ધ્રોલના હજામચોરા ગામેથી 519 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો

જામનગર જિલ્લાના ધ્રોલ પાસેથી એક કારમાં દારૂૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો ને પોલીસે ઝડપી પાડ્યા છે, અને 519 નંગ દારૂૂની બોટલ નો જથ્થો કબજે…

જામનગર જિલ્લાના ધ્રોલ પાસેથી એક કારમાં દારૂૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો ને પોલીસે ઝડપી પાડ્યા છે, અને 519 નંગ દારૂૂની બોટલ નો જથ્થો કબજે કર્યો છે. ધ્રોલ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એચ.વી.રાઠોડ એ સ્ટાફ ને પ્રોહી/જુગાર ના વધુ મા વધુ કેસો શોધી કાયદેસર ની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય. જે અન્વયે પો.સ્ટાફ ના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ કે, આમરણ નેશનલ હાઈવે તરફ થી એક કાર માં અમુક શખ્સો ઇંગ્લીશ દારૂૂ નો જથ્થો લઇ હજામચોરા તરફ આવી રહેલ છે. જેથી પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી.

તે દરમ્યાન એક ફોરવ્હીલ કાર નેશનલ હાઈવે તરફ થી હજામચોરા ગામ તરફ આવતા આડશ ઉભી કરી તેને રોકવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.પરંતુ કારનો ચાલક પોતાની કાર રીવર્સ લઇ યુ ટર્ન લઈ ને પાછો હાઈ વે તરફ નાશી જતાં તેનો પીછો કરી કાર તથા તેમાં બેસેલ બે શખ્સો ને પકડી પાડી વર્ના કાર નં-જીજે-03-એલબી -1319 માથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂૂની નાની મોટી 519 નંગ ઈંગ્લીશ દારૂૂ ની બાટલી જેની કિ.રૂૂ.3,07,725 તથા કાર કિ.રૂૂ.3,00,000 તથા મોબાઈલ ફોન ર મળી કુલ રૂૂપીયા 6,37,725 નો મુદામાલ પકડી પાડી આરોપીઓ અબ્દુલ ઉર્ફે સોપારી અનવરભાઈ ભટ્ટી ( રહે હાલ-સામખિયાળી તા. ભચાઉ ) અને અરમાન ઈકબાલભાઈ જૂણેજા (મોરબી) ની અટકાયત કરી હતી. આ કાર્યવાહી ધોલ પો.સ્ટે. ના પો. ઇન્સ. એચ.વી.રાઠોડ તથા પો.સબ ઇન્સ. એમ.એમ. કુંભારવાડીયા તથા સ્ટાફે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *