Connect with us

ગુજરાત

અગ્નિકાંડમાં 5000 પાનાના દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ

Published

on

કેસ ઓપન કરાયો, 15 આરોપીઓને ડીવીડીમાં નકલો પૂરી પડાઈ

રાજકોટમાં છ માસ પહેલા એક સાથે 27 જેટલા માનવીઓ વિનાશક આગમાં જીવતા ભડથું થવાના આખા ગુજરાતને હચમચાવી દેનારા ટીઆરપી ગેમ ઝોન અગ્નિ કાંડમાં અગાઉ 15 આરોપીઓ સામે ચાર્જશીટ તેમજ ચાર્જ ફ્રેમ થયાને પગલે રાજકોટ સેશન્સ કોર્ટમાં ચાલી રહેલ કેસમાં કુલ-467 દસ્તાવેજો જેમા પાંચ હજાર પેઈજનો દસ્તાવેજી પુરાવો કાયદાકી જોગવાઈ મુજબ સરકાર તરફેથી આજરોજ એડિશનલ સેશન્સ જજ ડી.એસ.સીંઘની કોર્ટમાં અદાલતની મુદતમા રજુ કરી પ્રોસિક્યુશને પોતાનો કેસ તમામ આરોપીઓ વિરૂૂધ્ધ ખુલ્લો મુકવામાં આવ્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટના કાલાવડ રોડ ઉપર નાના મવા વિસ્તારમાં મોકાજી સર્કલ પાસેના ટી.આર.પી. ગેમ ઝોનની અતિ વિનાશક કરુણાંતિકામાં આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપ્રાઇટર ધવલ ભરતભાઈ ઠકકર તથા રેસ વે એન્ટરપ્રાઈઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરણ, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમાં ખુલવા પામે તે તમામ સામે 50 મીટર પહોળું અને 60 મીટર લાંબુ અને બે થી ત્રણ માળ જેટલું ઉચું લોખંડ તથા પતરાનું ફેબ્રિકેશનનું માળખું ઉભું કરી ગેમ ઝોન બનાવી તેમાં આગ લાગવાની ઘટના બને તો પહોચી વળી આગ રોકી મનુષ્ય જીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયરના સાધનો રાખ્યા વગર કે અગ્નિશમન વિભાગની એન.ઓ.સી. કે પ્રમાણપત્ર મેળવ્યા વગર જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી તેમાં આગ લાગવાનો બનાવ બને તો ગંભીર ઈજાથી લઈ માનવ મૃત્યુ થવાની સતપ્રતિસત સંભાવના હોવાની જાણકારી હોવા છતા ગેમ ઝોન ચાલુ રાખી 27 માનવોના મૃત્યુ નીપજાવી મહાવ્યથાઓ સાથે આ ગેમ ઝોનમાંથી નાશી ભાગી નીકળેલ ન હોય તો તેઓના પણ મૃત્યુ સંભવ હતા, તેવા જોખમમાં નાખી ગુનો કર્યા અન્વયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પી.એસ.આઈ. પ્રજ્ઞેશકુમાર ભીખાભાઈ ત્રાજીયાએ ફરીયાદ આપી હતી.

જે સંદર્ભે ટી.આર.પી. અગ્નીકાંડ કેસમાં એસઆઇટીની તપાસના આધારે વિવિધ તંત્રના અધિકારીઓ, સંચાલકો વગેરે 15 આરોપીઓ સામે સેશન્સ અદાલતમાં કેસ કમિટ થયા બાદની આજરોજ 7મી મુદત હોય, જેમાં સરકાર પક્ષેના સ્પે. પી.પી., એડી. સ્પે. પી.પી. તથા ભોગ બનનારના એડવોકેટો દ્વારા રાજકોટ એડિશનલ સેશન્સ જજ ડી. એસ. સીંઘની કોર્ટમા ખુલતી અદાલતે હાજર રહેલ અને 467 દસ્તાવેજો સ્વરૂૂપી પુરાવો રજુ કરેલ, જે દસ્તાવેજોમાં એફ.આઈ.આર., પી.એમ.રીપોર્ટ, પંચનામાઓ, એફ.એસ.એલ. રીપોર્ટ, બેંકોના સ્ટેટમેન્ટ, ઓડીટ રીપોર્ટ, હસ્તાક્ષર નિષ્ણાંતના અભિપ્રાયો, કોર્પોરેશનની ફાઈલો, પી. જી. વી. સી. એલ. ની ફાઈલો, ફાયર વિભાગની ફાઈલો, મોબાઈલ કોલ ડીટેઈલો, ઈજા પામનારાઓના મેડીકલ સર્ટીફીકેટો વિગેરે દસ્તાવેજી પુરાવો નામદાર અદાલતમા રજુ કરવામાં આવેલ છે, જે દસ્તાવેજી પુરાવાની નકલો કાયદાકીય જોગવાઇ મુજબ આરોપીઓને આપવાની થતી હોય જે દસ્તાવેજી પુરાવાની નકલો ડી.વી.ડી. સ્વરૂૂપે આરોપીઓને પુરી પાડવામાં આવેલ છે.આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે.પી.પી. નીતેશ કથીરીયા, ભોગ બનનાર પ્રદિપસિંહ ચૌહાણ પરીવાર તરફે રાજકોટ બાર એસોસિએશનના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ, અન્ય એક ભોગ બનનાર વતી એન.આર.જાડેજા વગેરેએ હાજર રહી કાર્યવાહી કરી હતી.

14મી સુધીમાં વકીલ રોકવા આરોપીઓને કોર્ટની ટકોર

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા 15 આરોપીઓ પૈકી 6 આરોપીએ પોતાના બચાવ માટે વકીલ રોક્યા છે. જ્યારે અન્ય આરોપી યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, મહેશ અમૃતભાઈ રાઠોડ, ગૌતમ દેવશંકર જોષી, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા અને ભીખાભાઈ જીવાભાઈ ઠેબાને આગામી 14મી તારીખ સુધીમાં વકીલ રોકવા કોર્ટે ટકોર કરી છે. જ્યારે એક આરોપીને લીગલમાંથી એડવોકેટ ફાળવવામાં આવ્યા છે.

ગુજરાત

જામસાહેબની તબિયત લથડી, આરામની સલાહ

Published

on

By

ફોન અને મુલાકાત નહીં કરવા શુભચિંતકોને અપીલ

જામનગરના રાજવી જામ સાહેબની તબિયત અચાનક લથડી હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટરોએ તેમની તબિયત જોઈને આરામ કરવાની સખત સલાહ આપી છે. આ સંજોગોમાં, જામ સાહેબે પોતાના શુભચિંતકોને મુલાકાત અને ફોન કોલ્સથી વિનંતી કરી છે કે તેઓ થોડા સમય માટે તેમને એકલા રહેવા દે.


જામ સાહેબે પોતે જણાવ્યું હતું કે, મિત્રો, હું તમારા પ્રેમ અને આશીર્વાદથી ઘણો પ્રભાવિત છું. પરંતુ હાલમાં મારી તબિયત થોડી નબળી હોવાથી મને થોડો આરામની જરૂૂર છે. હું જલ્દીથી સ્વસ્થ થઈને ફરી તમારી સાથે હાજર થઈશ. તમારા સહકાર બદલ હું તમારો આભાર માનું છું.જામનગરના લોકો અને જામ સાહેબના અનુયાયીઓ તેમના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ જામ સાહેબને ઝડપથી સ્વસ્થ થવાના સંદેશાઓ વહેતા થયા છે.

Continue Reading

ગુજરાત

ફાયર સેફ્ટી મુદ્દે તમામ સ્પામાં તપાસના આદેશ

Published

on

By

સુરતની દુર્ઘટના બાદ શહેરના સ્પા સેન્ટરોની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજતા મ્યુનિ. કમિશનર

ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ફાયર સેફ્ટી મુદ્દે સરકારે કડક આદેશો જારી કર્યા છે. છતાં અનેક કોમર્શીયલ એકમોમાં આ મુદ્દે બાંધછોડ થતી હોવાનું ફરી એક વખત બહાર આવ્યું છે. ગઈ કાલે સુરતમાં સ્પા સેન્ટરમાં આગ લાગતા બે યુવતિઓના મોત નિપજ્યા હતાં. તેને લઈને રાજકોટ મહાનગરપાલિકાએ પણ શહેરના તમામ સ્પા સેન્ટરોમાં ફાયર સેફ્ટી અને બીયુ સર્ટી અંગે તપાસ કરવાનો નિર્ણય લઈ સ્પા સેન્ટરોનીસ્થિતિ એં અધિકારીઓ સાથે આજે બપોર બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બેઠક યોજી આવતી કાલથી ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.


કોમર્શીયલ એકમોમાં મોટેભો ફાયર સેફ્ટીના નિયમો ફરજિયાત બનાવવામાં આવ્યા છે. છતાં ખુણે ખાંચરે અને બહુ ઓછી જ્યામાં વધુ કેબીનો તૈયાર કરી રાજકોટ શહેરમાં અનેક સ્પા સેન્ટરો વર્ષોથી ધમધમી રહ્યા છે. મસાજના સોખીનો આ સ્પા સેન્ટરમાં હોય ત્યારે દૂર્ઘટના ઘટે તો એક પણ સ્પા સેન્ટરમાં એક્ઝિટ ગેઈટ ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે ફાયર વિભાગ દ્વારા પણ ચેકીંગ દરમિયાન મોટાભાગના સ્પા સેન્ટરો સહિતના એકમોને ફાયર એનઓસી માટેની તાકીદ કરવામાં અવી હતી. ત્યાર બાદ ફાયર વિભાગના મુખ્ય અધિકારીઓની અછત શરૂ થતાં હાલ ફાયર વિભાગની કામીરી ઠપ જેવી સ્થિતિમાં હોય અનેક એકમો હવે નિયમોનું ઉલંઘન કરી રહી છે. ત્યારે જ સુરતમાં જીમ અને સ્પામાં આગની દૂર્ઘટના બની હતી.

જેમાં બે યુવતિઓના મોત નિપજતા સરકારના નવા આદેશ થાય તે પહેલા જ રાજકોટ કોર્પોરેશને ફાયર સેફ્ટી મુદ્દે ફરી વખત કડક પગલા લેવાનો નિર્ણય લઈ તમામ જીમની સાથો સાથ સ્પા સેન્ટરોમાં પણ ફાયર સેફ્ટીના નિયમ મુજબના સાધનો છે કે નહીં તેમજ ફાયર એનઓસી મેળવેલી હોય અથવા રિન્યુ કરવાની બાકી હોય તેમજ બીયુ સર્ટી સહિતના મુદ્દે ચેકીંગ હાથ ધરવા માટે અધિકારીઓ માટે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી સંભવત આવતી કાલથી ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવશે. એક અંદાજ મુજબ રાજકોટ શહેરમાં 110થી વધુ સ્પા સેન્ટરો ધમધમતા હોવાનું બહાર આવ્યું છે. આથી તમામ સ્પા સેન્ટરોમાં ચેકીંગ કામીરી 10 દિવસ સુધી ચાલે તેવું લાી રહ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ જે સ્પા સેન્ટરો પાસે ફાયર એનઓસી નહીં હોય તેવા સ્પા સેન્ટરો સીલ કરવા સહિતના પગલા લેવામાં આવશે.

Continue Reading

ગુજરાત

તહેવારો પૂરા, 950 ધાર્મિક સહિતના દબાણોના ડિમોલિશનનો તખતો તૈયાર

Published

on

By

ધારાસભ્ય સહિતનાની રજૂઆતના પગલે સ્થગિત કરેલ કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરાશે

શહેરમાં નદીકાંઠાના વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો ઉપર થઈ ગયેલા ધાર્મિક દબાણો કે જેને દૂર કરવા માટે તંત્રને પરસેવો વળી જતો હોય છે. પરંતુ ટ્રાફિક સમસ્યાના હલ માટે અને અકસ્માતો ઘટાડવા આ પ્રકારના બાંધકામો પણ દૂર કરવા પડશે. તેવી સુચના કોર્ટ દ્વારા આપવામાં આવતા મહાનગરપાલિકાએ પણ ધાર્મિક દબાણો સહિતના 950થી વધુ દબાણો દૂર કરવા માટેની તૈયારીઓ શરૂ કરી છે. મોટા ભાગના દબાણો દૂર કરવા માટે અગાઉ નોટીસ અપાઈ ગયેલ હોય હવે ફક્ત 48 કલાકનો દબાણો ખાલી કરવાનો સમય આપી ગમે ત્યારે મેગા ડિમોલેશન હાથ ધરાશે તેમ સુત્રોમાંથી જાણવા મળેલ છે.


રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે. જેના લીધે રોડ રસ્તાઓ સાંકડા બની જતાં ટ્રાફિક સમસ્યાએ પણ વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યુ છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રોડ રસ્તા ઉપરના ગેરકાયદેસર દબાણો હટાવવાનો આદેશ કર્યો છે. જે અનુ સંધાને કલેક્ટર વિભાગ દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી શરૂૂ કરાઈ છે અને આ મોકાનો લાભ લેવા માટે મહાનગરપાલિકાએ પણ નદી કાંઠાના વિસ્તારો તેમજ જંગલેશ્ર્વર સહિતના વિસ્તારોમાં થયેલા ધાર્મિક તેમજ અન્ય ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે 950 દબાણ કરનારાઓને નોટીસ આપી ચુકી છે. પરંતુ દિવાળીના તહેવાર દરમિયાન રાજકીય રજૂઆતના પગલે ડિમોલેશનની કામગીરી સ્થગિત કરવામાં અવાી હતી. અને હવે તહેવારો પુરા થઈ ગયેલ હોય દબાણો હટાવવા માટેની તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.


મનપાના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ નદીકાંઠાના દબાણો દૂર કરવા માટે અગાઉ પણ અનેક વખતનોટીસો અપાઈ ગઈ છે. પરંતુ આજ સુધી કોઈ જાતની શખ્ત કાર્યવાહી થયેલ નથી. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સરકારી જમીન ઉપરના દબાણો તેમજ મુખ્ય માર્ગો ઉપર આવતા ધાર્મિક સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા ટુંક સમયમાં કામગીરી શરૂૂ કરવામાં આવશે. જે અંતર્ગત પ્રથમ જંગલેશ્ર્વર વિસ્તારના રોડ રસ્તા ઉપર આવતા વર્ષો જૂના દબાણો તેમજ નદીકાંઠાના દબાણો દૂર કરવા માટે પ્રથમ 950 નોટીસ આપવામાં આવી છે. જે અંતર્ગત દબાણ કરતાઓએ જાતે દબાણો દૂર કરવાનો સમય અપાયો છે. છતાં દબાણો દૂર નહીં થાય તો દિવાળી બાદ ગમે ત્યારે તમામ ગેરકાયદેસર દબાણોનું ડિમોલેશન કરવામાં આવશ.ે


અત્રે ઉલ્લેખનીય છે કે, સોમનાથ ખાતે મહા ડિમોલેશન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને હવે ટુંક સમયમાં રાજકોટમાં પણ એક સાથે 950થી વધુ દબાણોનું મહા ડિમોલીશન હાથ ધરાશે.

જૂની નોટિસોની અમલવારી કરાશે
મહાનગરપાલિકા દ્વારા નદી કાંઠાના અને ધાર્મિક દબાણો હટાવવા માટેની કામગીરી શરૂ કરવાનો સંકેત આપી દીધો છે. અને સાથો સાથ રાજકોટના અન્ય વિસ્તારોમાં થઈ ગયેલા સુચિતના તેમજ માર્જિન અને પાર્કિંગના દબાણો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરાશે છેલ્લા એક વર્ષ દરમિયાન 260/2ની નોટીસ આપવામાં આવી હોય અને આજ સુધી આ દબાણો દૂર ન થયા હોય તેની વિરુદ્ધ પ્રથમ કાર્યવાહી હાથ ધરાશે. જ્યારે મહાનગરપલિકાના પ્લોટ ઉપર તેમજ રોડ-રસ્તા ઉપર થયેલા દબાણોનો સર્વે કરવામાં આવ્યો છે. અને આ તમામ દબાણ કરતાઓને ટુંક સમયમાં નોટીસ આપી સમય મર્યાદામાં દબાણો દૂર નહીં થાય તો ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે અને મહા ડિમોલેશનની સાથો સાથ અન્ય વિસ્તારોના દબાણો પણ દૂર થઈ જાય તેવો એક્શન પ્લાન તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

Continue Reading
રાષ્ટ્રીય4 hours ago

દાઉદ અને લોરેન્સની પ્રિન્ટવાળા ટી-શર્ટ વેચવા પડ્યા ભારે? દિલ્હીથી કર્ણાટક સુધી EDના દરોડા

મનોરંજન5 hours ago

પટનામાં ‘પુષ્પા 2’ અને લખનૌમાં ‘ગેમ ચેન્જર’…જાણો કઈ બોક્સ ઓફીસ પર વધારે ચાલે

રાષ્ટ્રીય5 hours ago

પ્રયાગરાજમાં સંતોની સભામાં ભારે હંગામો, બે જૂથો સામસામે, એકબીજાને મારી થપ્પડ, જુઓ VIDEO

ગુજરાત5 hours ago

જામસાહેબની તબિયત લથડી, આરામની સલાહ

ગુજરાત5 hours ago

ફાયર સેફ્ટી મુદ્દે તમામ સ્પામાં તપાસના આદેશ

આંતરરાષ્ટ્રીય5 hours ago

ડ્રેગને ઓકાત બતાવી, સમજૂતિ બાદ પેટ્રોલિંગ માર્ગ નક્કી કરવામાં આડોડાઇ

ગુજરાત5 hours ago

તહેવારો પૂરા, 950 ધાર્મિક સહિતના દબાણોના ડિમોલિશનનો તખતો તૈયાર

રાષ્ટ્રીય5 hours ago

સરકારી સબસિડીની અસર જીડીપી ઉપર પડી શકે છે: આરબીઆઇ ગવર્નર

રાષ્ટ્રીય5 hours ago

નીટ-યુજી 2024ની પરીક્ષા નવેસરથી નહીં લેવાય, સુપ્રીમે સમીક્ષા અરજી ફગાવી

આંતરરાષ્ટ્રીય5 hours ago

બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ

રાષ્ટ્રીય1 day ago

‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર

આંતરરાષ્ટ્રીય1 day ago

ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

આંતરરાષ્ટ્રીય1 day ago

ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે

રાષ્ટ્રીય1 day ago

USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો

ક્રાઇમ1 day ago

ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ

રાષ્ટ્રીય5 hours ago

પ્રયાગરાજમાં સંતોની સભામાં ભારે હંગામો, બે જૂથો સામસામે, એકબીજાને મારી થપ્પડ, જુઓ VIDEO

ક્રાઇમ1 day ago

માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય1 day ago

‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર

આંતરરાષ્ટ્રીય1 day ago

મસ્ક ગેલમાં, સિંક લઇને નીકળ્યા, ફોટો શેર કર્યો

આંતરરાષ્ટ્રીય1 day ago

હવે અમેરિકામાં ઘુસણખોરી બંધ: ચૂંટાતાની સાથે જ ટ્રમ્પની ગર્જના

Trending