જામનગરમાં બંગાળથી વેચવા આવેલા મરઘીના 5000 બચ્ચા ઝડપાયા

પશ્ચિમ બંગાળના નવ જેટલાં શખ્સો છેલ્લા ત્રણેક દિવસ પહેલા આણંદ થી પાંચેક હજાર થી વધુ મરઘીના બચ્ચાઓને વેચાણ અર્થે જામનગર લાવ્યા હતા, અને જામનગર શહેર…

પશ્ચિમ બંગાળના નવ જેટલાં શખ્સો છેલ્લા ત્રણેક દિવસ પહેલા આણંદ થી પાંચેક હજાર થી વધુ મરઘીના બચ્ચાઓને વેચાણ અર્થે જામનગર લાવ્યા હતા, અને જામનગર શહેર તેમજ આસપાસના પંથકમાં તેનું ગેરકાયદે રીતે વેચાણ કરવાની પહેરવી કરતાં જીવ દયા પ્રેમીઓને ધ્યાનમાં આવ્યું હતું, અને આશરે 5,000 જેટલા મરઘીના બચ્ચા ને રેસ્ક્યુ કરી લીધા છે, અને તેને ક્રમશ કલ્યાણપુર પોલટ્રી ફાર્મમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે ગેરકાયદે મરઘીના બચ્ચાનું જાહેરમાં વેચાણ કરનાર બે શખ્સોને સીટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચાડી દીધા છે, અને તેઓ સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પશ્ચિમ બંગાળના નવ જેટલા શખ્સો કોઈ પણ રીતે બોક્સમાં સંખ્યાબંધ મરઘીના બચ્ચાઓને ભરીને જામનગરમાં આવ્યા હોવાનું અને બેડેશ્વર વિસ્તારમાં જાહેર રોડ પર 25 રૂૂપિયામાં એક મરઘીનું બચ્ચું, આ રીતે તેનું વેચાણ કરતા હોવાનું એનિમલ વેલ્ફેરની સંસ્થા જીવા ફાઉન્ડેશન ને જાણવા મળ્યું હતું. જામનગરની એનિમલ વેલ્ફેર સંસ્થાના દીપેન પરમાર અને તૃપ્તિબેન દાવદરા ને ધ્યાનમાં આવતા તેઓ મરઘીના બચ્ચા ખરીદવાના બહાને ગઈકાલે બેડેશ્વર વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં હાજર રહેલા બે વ્યક્તિઓ પાસે જઈ પૂછપરછ કરતાં તેઓએ એક બોક્સમાં માત્ર પાંચ બચ્ચાને રાખી શકાય તેને બદલે 50 થી વધુ મરઘી ના બચ્ચાઓને રાખ્યા હતા, અને ગુંગળાઈ જાય તે રીતે તેમજ તેઓને ખોરાક પાણી પણ અપાતો ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

સૌપ્રથમ તેઓને વાતોમાં કેળવી, તેવો પાસેથી 160 જેટલા મરઘીના બચ્ચા વેચાતા લઈ લીધા હતા. ત્યારબાદ આખરે પોતાની ઓળખ આપીને સમગ્ર નવ જેટલા શખ્સો દ્વારા પશ્ચિમ બંગાળ અને ત્યારબાદ આણંદ થી જામનગર લાવવામાં આવેલા નાના બચ્ચા ને રેસ્ક્યુ કરી લીધા હતા, અને તે તમામને અન્ય બોક્સ- પિંજરા વગેરેમાં સલામત રીતે રેસ્ક્યુ કરી દીધા હતા.

ત્યારબાદ હાલ નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી પક્ષીઓ માટેની વ્યવસ્થા ના સ્થળે રાખવામાં આવ્યા હતા. જે પૈકી સૌપ્રથમ 2,000 મરઘીના બચ્ચાને કલ્યાણપુર નજીક ગણેશગઢમાં આવેલી ફાર્મમાં મોકલી દેવાયા છે અને ત્યાં તેઓનો ઉછેર કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય ત્રણ હજાર મુરઘીના બચ્ચાને પણ આજે કલ્યાણપુર તરફ મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

આ સમગ્ર ઘટના અંગે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે, અને ગેરકાયદે રીતે જાહેરમાં મરઘીના બચ્ચાનું વેચાણ કરનારા બે પરપ્રાતિય શખ્સોને લઈને સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત દીધા છે, જેની સામે આજે પોલીસ ફરિયાદ નોંધવા માટેની તજવીત હાથ ધરવામાં આવી છે.
નવ જેટલા શખ્સો જામનગરના જુદા જુદા વિસ્તારમાં તેમજ છેક ખંભાળિયા સુધી પોતાનું નેટવર્ક ચલાવીને જાહેર રોડ પર પક્ષી ના બચ્ચા નો ગેરકાયદે વેચાણ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જોકે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ સમગ્ર હકીકતો જાણવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *