જામનગરમાં ટ્રાફિક પોલીસની ડાર્ક ફિલ્મ વિરૂધ્ધ કાર્યવાહી

જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક ને નિયંત્રણ કરવા માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન કેટલાક કારચાલકો કે જેઓએ પોતાના વાહનમાં ડાર્ક ફિલ્મ…

જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક ને નિયંત્રણ કરવા માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન કેટલાક કારચાલકો કે જેઓએ પોતાના વાહનમાં ડાર્ક ફિલ્મ લગાડેલી છે, તે સામે ગઈકાલે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આશરે એક ડઝનથી વધુ કારમાંથી ડાર્ક ફિલ્મ દૂર કરવામાં આવી હતી. જામનગર-ખંભાળિયા બાયપાસ નજીક ટ્રાફિક શાખા ના પીઆઇ એચ.વી.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એચ.ચોવટ સહિત સ્ટાફ દ્વારા બ્લેક ફિલ્મ, સીટ બેલ્ટ અને વાહન ના કાગળો ની ચેકીંગ હાથ ધરી હતી.

આ ચેકીંગ ની કાર્યવાહી દરમ્યાન સંખ્યા બંધ વાહન વિરૂૂધ્ધ દંડ ની કાર્યવાહી કરવામાં આવી છે. અંદાજે એક ડઝન જેટલી કાર ત્યાંથી પસાર થઈ હતી, જેમાં ડાર્ક લગાવેલી હોવાથી પોલીસ તંત્ર એ સ્થળ પર જ ડાર્ક ફિલ્મ દૂર કરી નાખી હતી તેમજ સધન પેટ્રોલિંગ હાથ ધર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *