અલ્પેશ દોંગા ટોળકીએ પડાવેલી 500 વિઘા જમીન ખેડૂતોને પરત અપાશે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસવડાની હાજરીમાં યોજાશે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ રાજકોટમાં બહુ ચર્ચિત જમીન કૌભાંડી અલ્પેશ દોગા વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસ અને સ્પેશિયલ…

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસવડાની હાજરીમાં યોજાશે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ

રાજકોટમાં બહુ ચર્ચિત જમીન કૌભાંડી અલ્પેશ દોગા વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસ અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસનો ઘેરાવો વધુ મજબૂત કરી તપાસ કર્યા બાદ હવે અલ્પેશ દોંગા ટોળકીએ પડાવી લીધેલી અલગ અલગ 40 ખેડૂતની 500 વિધા જેટલી જમીન ખેડૂતોને પોલીસ પરત કરાવશે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજય પોલીસ વડા જી.એસ.માલિકની ઉપસ્થિતમાં આવતીકાલે શાપર-વેરાવળ ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાશે જેમાં જીલ્લા પોલીસ દ્વારા ખેડૂતતોની જમીન તેમના મૂળ માલિકને પરત અપાશે,આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો પણ ઉપસ્થિત રહેશે.

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, પોલીસે 150 ફૂટ રિંગ રોડ પર આવેલી અલ્પેશ દોંગાની ઓફિસમાં દરોડો પાડી તપાસ હાથ ધરીને વધુ 100 જેટલા ખેડૂતોની જમીન સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો કબ્જે કર્યા હતા. ગ્રામ્ય પોલીસે અલ્પેશ દોંગા પાસે અંદાજે 150 જેટલા ખેડૂતોના જમીનના કાગળો જપ્ત કર્યા હતા.
તપાસમાં અત્યાર સુધીમાં કુલ 250થી વધુ ખેડૂતોની જમીનના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. આ તમામ જપ્ત કરાયેલા દસ્તાવેજો સંદર્ભે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરવામાં આવી હતી.

જેમાં અલ્પેશ દોંગા અને તેની ગેંગ દ્વારા બોગસ કાગળો, ધાક-ધમકી કે નાણાકીય ગેરરીતિઓ આચરીને ખેડૂતોની જમીનો હડપ કરવાનો ખેલ ખેલાયો હોવાનું તપાસ માં ખુલ્યું હતું.

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ભૂમાફિયા અલ્પેશ દોંગા આણી ટોળકી સામે જિલ્લા પોલીસે કાયદાનો ગાળિયો મજબુત કર્યા બાદ હવે, એક વિશેષ અને મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે ગુરુવારે રાજકોટ જિલ્લાના શાપર ખાતે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત કૂખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગા અને તેની ગેંગનો ભોગ બનેલા 40થી વધુ પીડિત ખેડૂતોને તેમની પડાવાયેલી 500 વિધા જેટલી કિંમતી જમીનોના અસલ દસ્તાવેજો કાયદેસર રીતે પરત સોંપવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં કૂખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગા અને તેની ગેંગ દ્વારા ગેરકાયદેસર રીતે ખેડૂતોની કિંમતી જમીનો પડાવી લેવાના અને ખેડૂતોને ભારે હેરાનગતિ કરવાના અનેક બનાવો સામે આવ્યા હતા. આ શોષણનો ભોગ 40થી વધુ નિર્દોષ ખેડૂતો બન્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને રાજકોટ જિલ્લા પોલીસે આ મામલે અત્યંત કડક વલણ અપનાવીને ગેંગના આરોપીઓ સામે સઘન કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની ઊંડી તપાસ અને કાનૂની પ્રક્રિયાના પરિણામે અલ્પેશ દોંગા ગેંગ દ્વારા ગેરકાયદેસર રીતે પડાવી લેવાયેલી જમીનો અને તેના અસલ દસ્તાવેજો કાયદેસર રીતે કબ્જે કરવામાં સફળતા મળી હતી. અને આ અલ્પેશ દોંગા કે તેના નામે કરાવેલી લીધેલ દસ્તાવેજ પોલીસે રદ કરાવી મૂળ માલિકના નામે જમીન પરત કરાવી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ માલિકની ઉપસ્થિતમાં પોતાના આવતીકાલે ગુરુવારે યોજાનાર આ ‘દસ્તાવેજ અર્પણ કાર્યક્રમ’ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના વરદ્દ હસ્તે તમામ 40થી વધુ પીડિત ખેડૂતોને તેમની 500 વિધા જમીનના અસલ દસ્તાવેજો પરત સોંપશે.
આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો પણ ઉપસ્થિત રહેશે. વર્ષોથી પોતાની જમીન ગુમાવીને ન્યાયની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ ક્ષણ અત્યંત રાહત અને ન્યાય આપનારી બની રહેશે. જીલ્લા પોલીસ દ્વારા આવતીકાલના કાર્યક્રમને લઇને શહેર અને જીલ્લ પોલીસે તાડમાર તૈયારી શરૂૂ કરી છે.

dy.SP ઓફિસ શરૂ થવાથી શાપર-વેરાવળના ઉદ્યોગકારોને પોલીસની સુવિધાઓ ઝડપથી મળશે
શાપર-વેરાવળ અને તેની આસપાસના ઔદ્યોગિક એરિયામાં વધતી જતી વસતી અને કાયદો-વ્યવસ્થાની જરૂૂરિયાતોને ધ્યાનમાં રાખીને ત્યાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ડીવાયએસપી ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવી ડીવાયએસપી કચેરીનું આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં લોકાર્પણ કરવામાં આવશે. શાપર ખાતે નવી ડીવાયએસપી ઓફિસ શરૂૂ થવાથી શાપર વેરાવળ આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં ગુનાખોરી પર અંકુશ લાવવામાં મદદ મળશે તેમજ સ્થાનિક નાગરિકો અને વેપારીઓને પોલીસ સેવાઓ વધુ ઝડપથી મળશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીઆ શાપરમાં નવનિર્મિત ડીવાયએસપી કચેરીનું લોકાર્પણ કરવાના હોય જેને લઇ તડામાર તૈયારી શરૂૂ કરવામાં આવી છે. આ કચેરીના પ્રારંભથી રાજકોટ જીલ્લાના શાપર તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તાર, ગ્રામીણ વિસ્તાર તથા નવા વિસ્તારોમાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે.

ISO 9001: 2015 પ્રમાણપત્ર મેળવાનાર રાજકોટ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ
આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીની ઉપસ્થિતમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન, શાખાઓ, કચેરીઓને ઈંજઘ 9001: 2015 પ્રમાણપત્ર એનાયત કરશે. નોંધનીય છે કે, આ સર્ટિફિકેટથી પ્રમાણિત હોય તેવો રાજકોટ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ જિલ્લો છે. આ પ્રમાણપત્ર રાજકોટ જિલ્લા પોલીસના કામકાજની ગુણવત્તા, સ્વચ્છતા, રેકર્ડ મેનેજમેન્ટ, પારદર્શિતાને દર્શાવે છે. આ તકે લોકોને આત્મહત્યા કરતા રોકવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા શરૂૂ કરાયેલી નવતર પહેલ ‘પ્રેરણા નવા જીવનની’ના અહેવાલનું પણ વિમોચન કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પહેલ અંતર્ગત 700 જેટલા લોકોનું કાઉન્સેલિંગ કરીને આત્મહત્યા જેવા નકારાત્મક વિચારોમાંથી મુક્ત કરાવીને જીવન જીવવાની નવી પ્રેરણા પૂરી પાડવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *