દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર પથ્થર ભરેલ 5 ટ્રકો ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં થતા ગેરકાયદેસર રીતે ખનીજ ખનન તેમજ ખનીજ પરિવહન સામે છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ તંત્રએ કડક હાથે કાર્યવાહી કરી છે.…

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં થતા ગેરકાયદેસર રીતે ખનીજ ખનન તેમજ ખનીજ પરિવહન સામે છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ તંત્રએ કડક હાથે કાર્યવાહી કરી છે. જેમાં રાજકોટ રેન્જના ડી.આઈ.જી. નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે સોમવારે કરેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ સજુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં મતિયા પીરડાડાની પાછળ ખુલ્લા પ્લોટમાં કુલ ચાર ટ્રકો તેમજ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામેથી એક ટ્રકમાં રાખવામાં આવેલા ગેરકાયદેસર સફેદ પથ્થર (બેલા) કબજે કર્યા હતા.

આ બેલા પથ્થરનું વજન 68 ટન જેટલું થવા પામ્યું હતું. જેમાં ટ્રક ચાલકની પૂછતાછમાં આ તમામ ટ્રકોના ડ્રાઇવરો પાસે રોયલ્ટી કે ખાણ ખનીજ વિભાગનો કોઈ આધાર પુરાવો હતો નહીં અને પોતાના ટ્રકમાં પૂર્ણ થઈ ગયેલી મુદત વાળી જુના તારીખની અને સમય દર્શાવતી રોયલ્ટીની સ્લીપો પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

આમ, ટ્રકોમાં રોયલ્ટીની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સફેદ પથ્થર (બેલા)ને ગેરકાયદેસર રીતે ભરીને રાખેલ હોવાથી પોલીસે રૂૂપિયા 2,70,000 ની કિંમતના 68 ટન બેલા પથ્થર અને રૂૂપિયા 75 લાખની કિંમતના પાંચ ટ્રક મળી, કુલ રૂૂ. 77,70,000 નો મુદ્દામાલ કબજે કરી, આગળની તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા ટ્રકના ચાલકના નામ દુલા ધીરુભાઈ લાડક, કાના લખમણ સોલંકી, નાજા સાંગા મોરી, દેવા નથુ વાઘેલા અને જીવા ભાયા મોરી હોવાનું જાહેર થયું છે. કે તમામ પોરબંદર વિસ્તારના રહીશ છે.

આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા, પી.એસ.આઈ. ડી.એ. વાળા, સજુભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, કાનાભાઈ માડમ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, કિશોરસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા, નિર્મલભાઈ આંબલીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, સુમાતભાઈ ભાટીયા અને કૃષ્ણરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *