હળવદ પાસે કાર અને ડમ્પર અથડાતાં તા.પં.ના સભ્ય સહિત 5નાં મોત

બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલે લઈ જતાં રણછોડગઢના લોકોને કાળે આંતર્યા, બેને ગંભીર ઈજા ડમ્પરચાલક વળાંક લેતા પૂરઝડપે આવતી કાર ઘુસી ગઈ, પતરા…

બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલે લઈ જતાં રણછોડગઢના લોકોને કાળે આંતર્યા, બેને ગંભીર ઈજા

ડમ્પરચાલક વળાંક લેતા પૂરઝડપે આવતી કાર ઘુસી ગઈ, પતરા ચીરીને મૃતદેહો-ઘવાયેલાઓને બહાર કઢાયા

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતાં યુવકનું બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘવાયેલા યુવકને સારવાર માટે લઈ જતી કાર મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલ ચરાડવા ગામ નજીક વળાંક લેતાં ડમ્પર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં તાલુકા પંચાયતના સભ્ય સહિત પાંચ લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાને પગલે એકઠા થયેલી લોકોએ જેસીબી મારફતે કારના પતરા તોડી મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢયા હતાં. ઘટનાને પગલે હાઈ-વે પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, હળવદના રણછોડગઢ ગામે રહેતા સુરેશભાઈ વિશાલભાઈ સિહોરા (ઉ.47), વિરમભાઈ ભીમાભાઈ દઢેયા (ઉ.28), પરેશભાઈ દિલીપભાઈ દઢેયા (ઉ.24), પ્રેમજીભાઈ દઢેયા (ઉ.59), ભરતભાઈ પ્રભુભાઈ દઢેયા (ઉ.39), પ્રકાશભાઈ ભરતભાઈ દઢેયા (ઉ.25) અને દિલીપભાઈ ભગવાનજીભાઈ દઢેયા (ઉ.59) કાર લઈ જઈ રહ્યા હતાં ત્યારે મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલ ચરાડવા ગામ નજીક રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં કાર પસાર થઈ રહી હતી ત્યારે રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી અને કાર ડમ્પરમાં ઘૂસી જવાના કારણે અકસ્માત સર્જાયો હતો.
ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં અને જેસીબી મારફતે કારના પતરા તોડી મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતાં.

ઘટનાને પગલે મોરબી હળવદ હાઈવે પર ટ્રાફીક જામ સર્જાયો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈ વિશાભાઈ, સિહોરા, વિરમભાઈ ભીમાભાઇ દઢેયા અને પરેશભાઈ દિલીપભાઈ દઢેયાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતાં જ્યારે પ્રેમજીભાઈ દઢેયા, ભરતભાઈ પ્રભુભાઈ દઢેયા, પ્રકાશભાઈ ભરતભાઈ દઢેયા અને દિલીપભાઈ ભગવાનજીભાઈ દઢેયાને ઇજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે મોરબી અને રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા જ્યાં ગંભીર રીતે ઘવાયેલા પ્રેમજીભાઈ દઢૈયા અને ભરતભાઈ દઢૈયાનું સારવારમાં મોત નિપજ્યું છે જ્યારે પ્રકાશભાઈ અને દિલીપભાઈ હાલમાં સારવાર હેઠળ છે. રણછોડગઢ ગામના તાલુકા પંચાયતના સભ્ય પરેશભાઈ દઢૈયા સહિત પાંચ લોકોના મોત નિપજતાં ગામમાં ગમગીની છવાઈ જવા પામી હતી. રણછોડગઢ ગામે એક સાથે પાંચ અર્થી ઉઠતાં ગામ હિબકે ચડયું હતું.

પ્રાથમિક પુછપરછમાં મૃતક પ્રેમજીભાઈ ત્રણ ભાઈ હતાં અને તેમને સંતાનમાં બે પુત્રી છે.જ્યારે ભરતભાઈ દઢૈયા ત્રણ ભાઈમાં મોટા અને અપરિણીત હતાં. ભરતભાઈ દઢૈયા પોતે વિકલાંગ હતાં અને ગામમાં રેશનીંગની દુકાનમાં નોકરી કરતાં હતાં.

હળવદ તાલુકાના માનસર ગામ પાસે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવની અંદર ઇજા પામેલા ઇજાગ્રસ્ત વ્યક્તિને કારમાં બેસાડીને સારવાર માટે લઈને જતા હતા ત્યારે ચરાડવા ગામ નજીક પેટ્રોલ પંપ ની સામેના ભાગમાં કારખાનામાંથી બહાર નીકળતું ડમ્પર રોડ ક્રોસ કરી રહ્યું હતું તે ડમ્પરની સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો.

અને કારનો બૂકડો બોલી ગયો હોવાથી કારમાં બેઠેલા વ્યક્તિઓ કારમાં ફસાઈ ગયા હતા જેથી જેસીબીની મદદથી કારના પતરા ખેંચીને તે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા આ બનાવમાં અત્યાર સુધીમાં કુલ મળીને પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને બે વ્યક્તિ ઇજાગ્રસ્ત. હાલતમાં સારવાર હેઠળ છે આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવકને હોસ્પિટલે લઈ જતાં લોકોને કાળ ભેટ્યો
રણછોડગઢ ગામે રહેતાં પરેશભાઈ દિલીપભાઈ દઢૈયા હળવદ ખાતે સમાજની બંધારણની મિટીંગમાં ગયા હતાં ત્યાંથી બાઈક લઈને પાછા પોતાના ઘરે રણછોડગઢ ગામ તરફ આવી રહ્યા હતા દરમિયાન રસ્તામાં માનસર ગામ પાસે તેનું બાઈક સ્લીપ થયું હતું આ બનાવમાં પરેશભાઈને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલે લઈને આવી રહ્યા હતા જોકે અકસ્માતના આ બનાવની પરેશભાઈના પિતા દિલીપભાઈને જાણ થતાં દિલીપભાઈ અને અન્ય લોકો કાર લઈને માનસર ગામે તેને લેવા માટે ગયા હતા અને રસ્તામાં 108 તેમને સામી આવતા 108 થી પણ વધુ ઝડપે હોસ્પિટલે પરેશભાઈને પહોંચાડી શકાય તે માટે થઈને પરેશભાઈને 108 માંથી ઉતારીને પ્રાઇવેટ કારમાં બેસાડીને મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે ચરાડવા ગામ પાસે ડમ્પરમાં કાર ઘૂસી ગઈ હતી અને આ જીવલેણ અકસ્માત સર્જાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *