રથયાત્રા પૂર્વે રાજકોટમાંથી 16 હથિયારો સાથે 5 ઝડપાયા

મિરઝાપુરથી હથિયારો લાવી વેચવાની કાર્ટેલનો પર્દાફાશ, 10 પિસ્તોલ, પાંચ તમંચા, એક રિવોલ્વર અને 30 કારતૂસ કબજે, રાજકોટ પીસીબીને સૌથી મોટી સફળતા ગુજરાતમાં સંવેદનશીલ ગણાતી રથયાત્રા…

મિરઝાપુરથી હથિયારો લાવી વેચવાની કાર્ટેલનો પર્દાફાશ, 10 પિસ્તોલ, પાંચ તમંચા, એક રિવોલ્વર અને 30 કારતૂસ કબજે, રાજકોટ પીસીબીને સૌથી મોટી સફળતા

ગુજરાતમાં સંવેદનશીલ ગણાતી રથયાત્રા પૂર્વે રાજકોટ શહેર પીસીબીની ટીમે હથિયાર સપ્લાયનું મોટુ રેકેટ ઝડપી પાડી મિરઝાપુરથી હથિયારો લાવી વેંચવાની કાર્ટેલનો પર્દાફાશ કર્યો છે. હથિયારના સોદાગર મિરઝાપુરના સુત્રધાર સહિત પાંચ શખ્સોને ઝડપી લઈ 10 પિસ્તોલ, પાંચ તમંચા અને એક રિવોલ્વર સહિત 16 ગેરકાયદેસર હથિયારો તેમજ 30 જીવતા કાર્ટીસ કબજે કર્યા છે. છેલ્લા ઘણા વખતથી મિરઝાપુરનો શખ્સ હથિયાર સપ્લાયનું રેકેટ ચલાવતો હોય જેની પુછપરછમાં આ રાજ્ય વ્યાપી રેકેટ ખુલ્લે તેવી શકયતા છે.

મળતી વિગતો મુજબ રથયાત્રા પૂર્વે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલીક દ્વારા ગુજરાતના તમામ પોલીસ અધિકારીઓને સતર્ક રહેવા અને જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી હોય જેના પગલે રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત પીસીબીના પીઆઈ એમ.આર.ગોંડલીયાની ટીમને મોટી સફળતા મળી છે. રાજકોટનાં ઈતિહાસમાં સૌથી મોટી કામગીરી કરી પીસીબીની ટીમે 16 હથિયાર અને 30 કાર્ટીસ સાથે મિરઝાપુરના સપ્લાયર સહિત પાંચને ઝડપી લીધા હતાં. ગેરકાયદેસર હથિયારોનું વેચાણ કરતી ‘વેપન કાર્ટલ’ના પાંચ સભ્યોમાં મધ્યપ્રદેશના મિરઝાપુરના સકીલ સાદીક મન્સુરી, જસદણના બોઘરાવદરના જયસુખ ઉર્ફે જેસો વલ્લભ વાઘેલા, ચોટીલાના રૂદ્ર ભુમિ શેરી નં.1માં રહેતાં ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમૌલિકભાઈ ઉર્ફે અનિલભાઈ રોજાસરા, ચોટીલા વૃંદાવન સોસાયટી શેરી નં.1 સપના હોટેલની પાછળ રહેતો અનિલ વિરાભાઈ ખેતરીયા, ચોટીલા ગેલેકસી સોસાયટીમાં રહેતાં પ્રદીપ અનકભાઈ કરપડાની ધરપકડ કરી હતી.

પીસીબીની ટીમને મળેલી બાતમીના આધારે પ્રથમ કુવાડવા પાસેથી હથિયારની ડિલેવરી માટે આવેલા સપ્લાયર મિરઝાપુરના સકીલ મન્સુરીને પાંચ હથિયાર અને 20 કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો તે આ હથિયાર અને કાર્ટીસ અનિલ અને દર્શનને આપવા આવ્યો હોવાનું જણાવતાં અનિલની ધરપકડ કરતાં તેની પાસેથી દેશી બનાવટના ત્રણ હથિયાર જ્યારે ગાવસ્કર ઉર્ફે દર્શન પાસેથી દેશી બનાવટના પાંચ હથિયાર અને 10 કાર્ટીસ મળી આવ્યા હતાં. મિરઝાપુરના સકીલની પુછપરછમાં આ હથિયાર સપ્લાયનું રેકેટ બહાર આવ્યું હતું અને એક પછી એક અન્ય ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતાં. આ તમામ પાસેથી 10 પિસ્તોલ, પાંચ દેશી બનાવટના તમંચા (કટ્ટા), દેશી બનાવટની રિવોલ્વર અને 30 કાર્ટીસ મળી રૂા.1.38 લાખનો મુદ્દામાલ તેમજ મોબાઈલ સહિત રૂા.1.38 લાખનો મુદ્ધામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા આરોપીઓનો ગુનાઈતિ ઈતિહાસ ધરાવે છે જેમાં જયસુખ વાઘેલા સામે જસદણમાં આર્મ્સ એકટ તેમજ ક્રાઈમ બ્રાંચ ઉમરાળા, બોટાદ, ચોટીલા અને આજી ડેમ પોલીસમાં 9 જેટલા ગુના નોંધાયેલા છે. જ્યારે આરોપી ગાવસ્કર ઉર્ફે દર્શન સામે શાપર વેરાવળ અને ગાંધીગ્રામ પોલીસ મથકમાં આર્મ્સ એકટ સહિતના ગુના નોંધાયેલા છે. જ્યારે પ્રદીપ કરપડા સામે પણ ચોટીલા અને જસદણમાં આમ્સ એકટના ગુના નોંધાયેલા છે.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ પીસીબીના પીઆઈ એમ.આર.ગોંડલીયા સાથે તેમની ટીમના પીએસઆઈ આર.કે.જાડેજા, પીએસઆઈ પી.બી.ત્રાજીયા સાથે એએસઆઈ મયુરભાઈ પાલરીયા, સંતોષ મોરી , મહીપાલસિંહ ઝાલા, હદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, પો.હેડ.કોન્સ.કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, ઉમેશભાઈ ચાવા, દિલીપભાઈ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી, પ્રદીપસિંહ સરવૈયા પો.કોન્સ.યુવરાજસિંહ રાણા, દેવરાજભાઈ કળોતરા, વાલજીભાઈ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઈ દવે, ડ્રાઈવર જયેશભાઈ ગઢવીએ કામગીરી કરી હતી.

ટોળકીના ઈરાદા જાણવા ઘનિષ્ઠ પૂછપરછ
રાજકોટમાંથી પોલીસે 16 હથિયારો સાથે આખી ગેંગને પકડી લીધેલ છે. ત્યારે આ ટોળકીનો આશય રથયાત્રામાં ભાંગફોડ કરવાનો હતો કે, માત્ર વેંચવા માટે હથિયારો લાવ્યા હતાં તે અંગે પોલીસે ઘનિષ્ટ પુછપરછ શરૂ કરી છે. હથિયાર કર્ટેલનો સુત્રધાર મિરઝાપુરનો સકીલ સાદીક મન્સુરી રીઢો ગુનેગાર છે અને હથિયાર સપ્લાયનાં ગુનાઓમાં વોન્ટેડ હતો. પરંતુ હવે પોલીસના હાથે ઝડપાઈ જતાં મોટા હથિયાર નેટવર્કનો પર્દાફાશ થવાની શકયતા દર્શાવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *