ટંકારાના પાણી પૂરવઠા બોર્ડના પડતર કવાર્ટરમાંથી 465 બોટલ દારૂ ઝડપાયો

ટંકારાના બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના પડતર ક્વાર્ટર આવેલ છે તેમાં દારૂૂનો જથ્થો હોવા અંગેની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી. જેના આધારે પોલીસે…

ટંકારાના બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના પડતર ક્વાર્ટર આવેલ છે તેમાં દારૂૂનો જથ્થો હોવા અંગેની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં દારૂૂની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી પાણી પુરવઠાના જુના પડતર ક્વાર્ટરમાંથી 465 દારૂૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે 2,60,865ની કિંમતનો દારૂૂનો જથ્થો કબજે કર્યો હતો અને બંગાવડીના જ રહેવાસી એક શખ્સનો આ દારૂૂનો જથ્થો હોવાની હકીકત સામે આવતા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂૂ કરી છે.
સામાન્ય રીતે થર્ટી ફર્સ્ટ નજીક આવતાની સાથે જ દારૂૂની હેરાફેરીનું પ્રમાણ વધી જતું હોય છે અને પ્યાસીઓને દારૂૂ પહોંચાડવા માટે યેનકેન પ્રકારે દારૂૂનો જથ્થો લઈ આવવામાં આવતો હોય છે. તેવામાં ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.

દરમિયાન ટંકારા તાલુકાના બંગાવડી ગામે આવેલ ડેમની બાજુમાં પાણી પુરવઠા બોર્ડના પડતર કવાર્ટરમાં દારૂૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી. જેથી કરીને સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂૂની રેડ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ ઉપરથી દારૂૂની 465 બોટલો મળી આવતા પોલીસે 2,60, 865ની કિંમતનો દારૂૂનો જથ્થો કબજે કર્યો હતો.

જોકે દારૂૂની રેડ કરવામાં આવી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હતો, પરંતુ આ દારૂૂનો જથ્થો બંગાવડી ગામે રહેતા રાજેન્દ્રસિંહ મયુરધ્વજસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ જાડેજાનો હોવાનો સામે આવ્યુ હોવાથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂૂ કરી છે. આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.જે. ધાધલ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *