ગાંધીગ્રામમાં 10 વર્ષની બાળા સાથે 40 વર્ષના ઢગાની છેડતી

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક અત્યંત શરમનાક ઘટના સામે આવી છે. અહીં પરિવાર સાથે રહેતી અને માત્ર 10…

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક અત્યંત શરમનાક ઘટના સામે આવી છે. અહીં પરિવાર સાથે રહેતી અને માત્ર 10 વર્ષની ઉંમર ધરાવતી એક માસૂમ તરુણી સાથે એક અજાણ્યા શખ્સે શારીરિક અડપલાં કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ભોગ બનનાર બાળકીના પરિવારજનોએ હિંમત દાખવી ગાંધીગ્રામ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ગઇકાલે રાત્રે આ માસૂમ બાળકી પોતાના ઘર નજીક આવેલી નાસ્તાની દુકાને વેફર ખરીદવા માટે નીકળી હતી. બાળકી જ્યારે વેફર લઇને દુકાનની બહાર નીકળી, ત્યારે બાઇક પર સવાર થઇને આવેલા આશરે 40 વર્ષના એક અજાણ્યા શખ્સે તેની પાસે આવીને બાઇક ઊભું રાખી દીધું હતું. આ શખ્સે માસૂમ બાળકીને રસ્તામાં જ રોકી રાખીને વાતોના વળાકે ચડાવી હતી અને ત્યારબાદ તેની છેડતી કરવાનું શરૂૂ કર્યું હતું.

આ નરાધમ શખ્સે બાળકીને ઊભી રાખી સૌપ્રથમ ‘તારી કેટલી ઉંમર છે’ તેમ પૂછ્યું હતું. એટલું જ નહીં, તેણે બાળકી સાથે વાતચીત કરતા કરતા ‘ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક સ્પા છે, ત્યાં ગર્લ્સ અને બોયઝ આવે છે’ તેવી અશોભનીય વાતો પણ કરી હતી. વાતોના બહાને આ 40 વર્ષીય અજાણ્યા શખ્સે માસૂમ તરુણીનો હાથ પકડી લીધો હતો અને તેની સાથે જાહેરમાં જ શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી 10 વર્ષની બાળકી અત્યંત ગભરાઈ ગઈ હતી.

આરોપીના શારીરિક અડપલાંથી ડરી ગયેલી તરુણી કોઈ પણ રીતે પોતાનો હાથ છોડાવીને ત્યાંથી ભાગી નીકળી હતી અને દોડીને સીધી પોતાની દુકાને માતા-પિતા પાસે પહોંચી ગઈ હતી. બાળકીએ રડતા રડતા પોતાની સાથે બનેલી સમગ્ર આપવીતી માતા-પિતાને જણાવતા તેઓ તુરંત જ બાળકીને સાથે રાખી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઇ, અજાણ્યા શખ્સ વિરુદ્ધ જાતીય સતામણી તેમજ પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *