ગાંધીનગરના અડાલજ પોલીસ મથકે ઓક્ટોબર મહિનામાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર સહિત અન્ય કેટલાક લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ખોરજ ગામમાં તેઓ જમીન ધરાવે છે અને તેઓ આ જમીન ચતુરસિંહ પટેલ અને હરિશસિંહ ગોહિલને વેચવા માંગે છે પરંતુ, રવિ ઠાકોર નામનો વ્યક્તિ આ જમીન જગદીશ ઠાકોરને જ વેચવાની છે એવું દબાણ કરતો હતો.
જોકે, આ મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. જેમાં જગદીશ ઠાકોર, રવિ ઠાકોર સહિતના અરજદારોએ ફરિયાદીની સહમતિથી ફરિયાદ રદ્દ કરવા અરજી કરી હતી. કોર્ટમાં ફરિયાદી, તેના પતિ, આરોપીઓ તમામ ઉપસ્થિત હતા. જેમાં અરજદારોના વકીલ વતી રજૂઆત કરવામાં આવી હતી કે ફરિયાદીને આ જમીન રતિલાલ અને હરિસિંહને નહોતી વેચવી પરંતુ, પોલીસ તેમની ઉપર આ વ્યક્તિઓને જમીન વેચવા દબાણ કરતી હતી.
પોલીસે જાતે જ ફરિયાદ લખીને તેની સહી લઈ લીધી હતી: ફરિયાદી વળી ફરિયાદીએ કહ્યું હતું કે, ફરિયાદમાં દર્શાવ્યા મુજબની કોઈપણ ઘટના હકીકતમાં બની જ નથી પરંતુ, પોલીસે જાતે જ ફરિયાદ લખીને તેની સહી લઈ લીધી હતી. અરજદારોના વકીલે જણાવ્યું હતું કે આ વખતે જમીન 150 કરોડ રૂૂપિયાની છે. જેથી પોલીસને પૈસા લેવામાં રસ છે. ફરિયાદીના પતિનું અપહરણ નહીં, પરંતુ તે પોલીસથી ભાગતો ફરતો હતો.
પોલીસ રૂૂપિયા લઈને કોર્ટનું કામ કરી શકે નહીં કોર્ટ પણ કહ્યું હતું કે લાગે છે કે, પોલીસને પગાર ઓછો પડે છે. જોકે, સરકારી વકીલે ફરિયાદીની એફિડેવિટમાં ઉચ્ચ પોલીસ અધિકારીના નામજોગ આક્ષપો ઉપર વાંધો ઉઠાવ્યો હતો. આખરે નામની જગ્યાએ ઉચ્ચ પોલીસ અધિકારી લખવામાં આવ્યું હતું. કોર્ટે પણ કહ્યું હતું કે- પોલીસ પૈસા લે છે, તેની કોર્ટને પણ ખબર છે. પોલીસ રૂૂપિયા લઈને કોર્ટનું કામ કરી શકે નહીં. આખરે ફરિયાદ રદ્દ કરવાની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી.
જમીનના વિવાદમાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર સહિતના લોકો સામે નોંધાયેલી ફરિયાદ ગુજરાત હાઈકોર્ટે રદ કરતાં જગદીશ ઠાકોરે આ મામલે કરી હતી. આ અંગે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ’કોર્ટમાંથી ન્યાયની અપેક્ષા હતી, જે પૂરી થઈ છે.
