ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા ત્રણ દરવાજા તરફ જતા રસ્તા ઉપર આશરે કુલ-40 આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી દબાણ કરેલ હતું.
આ બાબતે છેલ્લા 10 વર્ષથી તેઓને નિયત અન્ય જગ્યાએ જમીન ફળવાયેલ હોવા છતાં પણ તેઓ દ્વારા આ દબાણ દૂર કરવામાં આવતું ન હતું.જેથી આજ રોજ અંદાજીત 1,000 ચો.વાર રસ્તાઓના દબાણની અંદાજીત જમીનની કિંમત રૂૂમ.20,00,000/-તથા સુધરાઇ કોલોની તરફ જતા રોડની ફુટપાથ પર કુલ-02 આસામીઓ દ્વારા (શાકભાજીનો થડો તથા કેટલ શેડ) જે અંદાજીત 100 ચો.વાર જેની અંદાજીત જમીનની કિંમત રૂૂમ.2,00,000/-આમ કુલ 1100 ચો.વાર જેની અંદાજીત કિંમત રૂૂમ.22,00,000/-ના ગેરકાયદેસરનાં દબાણો પ્રાંત અધિકારી-ધોરાજી નાગાજણ એમ.તરખાલા તથા ચીફ ઓફિસર-ધોરાજી જયમલ મોઢવાડિયા અને મામલતદાર દ્વારા દબાણ દુર કરવામાં આવેલ છે તેમજ આગામી સમયમાં ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં અન્ય જાહેર રસ્તાઓ પરના દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.આ દબાણ દૂર કરેલ જગ્યા ઉપર આગામી સમયમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવશે.
