પોલીસે આરોપીઓ પાસે રૂા.1.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામની સીમમાં 7 જૂને થયેલી લૂંટના કેસમાં બોટાદ એલ.સી.બી. પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે મધ્યપ્રદેશના 4 આરોપીઓને ઝડપી લીધા છે.આ કેસમાં એક વૃદ્ધ દંપતીને મારમારીને રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી.
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળીલીયા એ ગુનાની ગંભીરતા જોતાં એલસીબી, એસઓજી અને ડોગ સ્કોવોડની અલગ-અલગ ટીમો બનાવી હતી.પોલીસે સૌ પ્રથમ કરસન ઉર્ફે મહેશ વેરસિંગ અને સુખરામ સુરસિંગને ઝડપ્યા હતા. તેમની પૂછપરછમાં વિજય ભાબર, તુલસિગ ભાબર, મહેશ ઠાકોર ભાબર અને વિજય ભાબરનું નામ ખૂલ્યું હતું. પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગંધવાણી તાલુકાના બલવારી ખુર્દ ગામેથી આરોપીઓને પકડ્યા છે.પોલીસે આ કેસમાં 4 બાઈક, ચાંદીની બેડી, ચાંદીના છડા, ચાંદીની સાંકળી, સોનાની કંઠી અને મોબાઈલ ફોન મળીને કુલ 1,54,625 રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મહેશ ઠાકુર ભાબર અને ઠાકોર કાલુ ડાવર હજુ ફરાર છે.પોલીસે આ કેસમાં ચાર બાઈક, ચાંદીની બેડી, ચાંદીના છડા, ચાંદીની સાંકળી, સોનાની કંઠી અને મોબાઈલ ફોન મળીને કુલ 1,54,625 રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. મહેશ ઠાકુર ભાબર અને ઠાકોર કાલુ ડાવર હજુ ફરાર છે.પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપીઓએ ગઢડા, લાઠી અને રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઈક ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ બાઈક ચોરીનો પણ અલગ ગુનો પણ નોંધી આગળ વધુ તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી છે.
