સુરત શહેરમાં 2॥ ઇંચ તથા ગ્રામ્પ પંથકમાં 6ઇંચ વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર, પુરની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા રાહત, બચાવ કામગીરી
તિલકવાડા 7.5, જેતપુરપાવી 7, ધરમપુર 6.5, લુણાવાડા, ગોધરા 5, મહુવા, ઉમરપાંડા, માંડવી, બોડેલી 4 ઇંચથી વધુ પાણી વરસ્યું
દક્ષિણ ગુજરાતને છેલ્લા ચાર દિવસથી ધમરોળતા મેઘરાજાએ ગઇકાલે પણ અનેક જિલ્લાઓને ભારે વરસાદથી તરબતોળ કરી દેતા એક થી લઇ ને નવ ઇંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. સતત પડી રહેલા વરસાદના પગલે નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વલસાડ જિલ્લામાં જળબંબાકારની સ્થિતી સર્જાય છે. પૂરની સ્થિતી વચ્ચે તંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હજુ પણ ભારે વરસાદની આગાહી હોય દક્ષિણ ગુજરાતમાં સ્થિતી વણસવાની શકયતા જોવાય રહી છે.
દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ છેલ્લા ચાર દિવસથી પડાવ નાખ્યો છે. જેમાં ગઇકાલે નર્મદા જિલ્લાના નાદોડમાં 9 ઇંચ, દાહોદ 8, તિલકવાડા 7.25, જેતપુરપાવી 7, શહેરા 7, વલસાડના ધરમપુર અને વાપીમાં 6॥, સુરત જિલ્લાના બારડોલી, મહુવા, ઉમરપાડા, માંડવી અને સુરત સિટીમાં 2॥ ઇંચથી 5.5 ઇંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો. તેવી જ રીતે નવસારીના ખેડ ગામ મહિસાગરના લુણાવાડા, ગોધરા, વ્યારા 5 ઇંચ છોટાઉદેપુરના બોડેલી, ડેડીયાપાડા, ઉમરપાડા, નેત્રરંગ, સાજેલી, મેઘરંજમાં 3થી 4॥ ઇંચ વરસાદ વરસી ગયો હતો. જયારે સુરત, તાપી, વડોદરા, ભરૂચ, અરવલ્લી, આણંદ, ખેડા જિલ્લાના મોટા ભાગના તાલુકામાં 1 ઇંચથી લઇને 3 જેટલો વરસાદ વરસી ગયો હતો. જેના લીધે અનેક વિસ્તારો જળબંબાકાર થય ગયે તેમજ રોડ રસ્તાઓને પૂરના કારણે બંધ કરવાની સ્થિતી સર્જાય છે. ભારે વરસાદના કારણે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઇ ગયા તેમજ વિજપોલ ધરાશય થતા અંધારપટ્ટ છવાય ગયો છે.
દક્ષિણ ગુજરાતમાં સતત પાંચ દિવસથી વરસી રહેલા ભારે વરસાદે તારાજીના દૃશ્યો સર્જાયા છે. નદીઓમાં ઘોડાપુર આવતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય ગયા છે. હજુ પણ હાવમાન વિભાગ દ્વારા યલો અને ઓરેજ એલેર્ટ આપવામાં આવેલુ હોય તેમજ આકાશમાં વાદળોના ગંજ ખડકાયેલા હોવાથી વરસાદ તુટી પડવાની શકયતા જોવાય રહી છે.
ડિઝાસ્ટર ફોર્સની 34 ટીમ તૈનાત: 15 ડેમ હાઇએલર્ટ પર
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક સ્થળોએ ભારે વરસાદ પડયો છે અને આગામી સપ્તાહમાં પણ રાજ્યમાં વિવિધ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે રાજ્યના સંબંધિત વિવિધ વિભાગો સાથે ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા આદેશ કરાયો છે. કટોકટીની સ્થિતિને પહોંચી વળવા સ્ટેટ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 34 ટીમો તૈનાત કરાઈ છે અને 2 ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે. હાલ રાજ્યમાં 206માંથી 15 ડેમ હાઈએલર્ટ અને 12 ડેમ એલર્ટ તેમજ 11 વોર્નિંગ મોડ પર છે. ભરૂૂચ અને સુરત જિલ્લામાં અતિ ભારે વરસાદને પગલે એસટીના નિયત રૂૂટને પણ અસર થઈ હોવાથી વૈકલ્પિક રૂૂટ પણ શરૂૂ કરવામા આવ્યા છે.
કાલથી તા.30 સુધી રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા ભારે વરસાદના પગલે હવામાન વિભાગ દ્વારા હજુ પણ તા.30 સુધી વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ વગેરે વિસ્તારમાં આવતી કાલે ભારે વરસાદની આગાહી તેમજ ગાંધીનગર, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સોમનાથ, બોટાદ, દીવ સહિતના જિલ્લાઓમાં અમુક સ્થળોએ છુટા છવાયા તેમજ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
