રાજકોટ મનપા માટે આલોક કુમાર પાંડે, અ.વાદ માટે અવંતિકા સિંઘ, સુરત માટે ડો. વિનોદ રાય, વડોદરામાં ડો.લોચન સહેરા, ભાવનગરમાં આદ્રા અગ્રવાલ, જામનગરમાં આઈ. એસ.પ્રજાપતિ અને મોરબી મનપામાં એસ.જે.જોષીને નિરીક્ષક બનાવાયા
આજે બપોરે બેઠકમાં ખાસ બ્રીફિંગ આપી તૈયારીઓ શરૂ કરવા આદેશ, ચૂંટણીના દરેક તબક્કાની કામગીરીનું નિરીક્ષણ, આચાર સંહિતાનો અમલથી લઈ અનેક જવાબદારી સોંપાઈ; ફોર્મ ચકાસણી-મતદાન-ગણતરીના દિવસે જિલ્લા મુખ્ય મથકે ફરજિયાત હાજર રહેવું જરૂરી
રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાતે મહાનગરપાલિકા, નગરપાલિકા તથા જિલ્લા-તાલુકા પંચાયતોની આગામી સામાન્ય અને પેટા ચૂંટણીઓને વધુ નિષ્પક્ષ, મુક્ત અને સરળ બનાવવા માટે ચૂંટણી નિરીક્ષકોની નવી યાદી જાહેર કરી છે. આજે ક્રમાંક રાયઆ-ચટણ-નિરીક્ષક-સ્થા.સ્વ.-165-પાર્ટ-04/2026-6-119-515)13120 થી જારી કરાયેલ સુધારા હુકમમાં તા. 09-04-2026ના અગાઉના હુકમને સંપૂર્ણપણે રદ કરીને નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
આઇ.એ.એસ. અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને જિલ્લાવાર જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા માટે શ્રીમતી અવંતીકા સિંઘ ઓલામ (આઇ.એ.એસ., એમ.ડી., જીએસ પીસી), સુરત મહાનગરપાલિકા માટે ડો. વિનોદ રાવ (આઇ.એ.એસ.), વડોદરા મહાનગરપાલિકા માટે લોસન સેહરા (આઇ.એ.એસ.) અને રાજકોટ મહાનગરપાલિકા તથા ગોડલ નગરપાલિકા માટે આલોક કુમાર પાંડે (આઇ.એ.એસ.)ને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ભાવનગર, મહેસાણા, અમરેલી, ભરૂૂચ, નવસારી વગેરે જિલ્લાઓમાં પણ વરિષ્ઠ આઇ.એ.એસ. તથા અન્ય વર્ગના અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે.નિરીક્ષકોને ચૂંટણીના તમામ તબક્કાઓનું નિરીક્ષણ, આદર્શ આચારસંહિતાનું કડક અમલ, મતદાન યંત્રોની ચકાસણી, કાયદો-વ્યવસ્થા જાળવવા તથા અહેવાલ તૈયાર કરવાની જવાબદારી આપવામાં આવી છે. નિરીક્ષકોએ મતદાન અને મતગણતરીના દિવસે જિલ્લાના મુખ્ય મથકે હાજર રહેવાનું રહેશે.રાજ્ય ચૂંટણી આયોગે નિરીક્ષકોની તાલીમ બેઠક આવતીકાલે તા. 10 એપ્રિલે બપોરે 12 વાગ્યે ગાંધીનગરમાં યોજવાનું આયોજન કર્યું છે. આ નિમણૂકથી આગામી સ્થાનિક ચૂંટણીઓ વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે તેવી અપેક્ષા છે.
