રૂા.80 કરોડની સરકારી દબાણયુક્ત જમીન ખુલ્લી કરાવતા પશ્ર્ચિમ મામલતદાર: બુલડોઝરની ધણધણાટી
રાજકોટમાં 3000થી વધારે દબાણો સરકારી જમીન પર ખડકી અને કરોડોની જમીન પર ભુમાફીયાઓએ કબજો જમાવી લીધો છે તેની સામે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે સ્માર્ટ સીટીમાં દબાણયુકત રૂા.80 કરોડની સરકારી જમીન પર કાચા પાકા બાંધકામ તોડી પાડયા હતા અને જમીન સરકાર હસ્તક લીધી હતી.
રાજકોટના રૈયા ગામ નજીક આવેલ સ્માર્ટ સિટી નજીક છેલ્લા કેટલાય સમયથી સરકારી જમીન પર બિનઅધિકૃત દબાણો કરવામાં આવ્યા હતા. પશ્ચિમ મામલતદારને દબાણો ધ્યાનમાં આવતા બે થી ત્રણ જેટલી નોટિસો ફટકાર્યા છતાં પણ દબાણો દૂર ન કરતા આજે પશ્ચિમ મામલતદાર અજીત જોષીની ટીમ દ્વારા સર્વે નંબર.318 આશરે 16000 ચોંરસ મીટર જમીન પર ના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કરોડો રૂૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
રાજકોટ શહેરના રૈયા સર્વે નંબર.318 આશરે 16000 ચોંરસ મીટર જમીન પર આવેલ આશરે 30 થી 35 જેટલા કાચા પાકા ઝૂપડા અને મકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યો હતો.માર્કેટ વેલ્યુ પ્રમાણે 16000 ચોરસ મીટર જમીનની અંદાજિત કિંમત 80 કરોડ વધુ ની કિંમતની જમીન આજે ખુલ્લી કરવામાં આવી હતી.મામલતદાર પશ્ચિમ અજિત જોષી, સર્કલ ઓફિસર પાદરીયા તેમજ તલાટી મંત્રી, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ તેમજ પોલીસ સ્ટાફ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પશ્ચિ મામલતદાર જણાવ્યું હતું કે અજીત જોષીએ જણાવ્યું હતું કે દબાણ દૂર કર્યા બાદ હવે આગામી સમય ફરી એક વખત કોઈ દબાણ ન કરે તેમના માટે ખુલી કરાયેલી જમીન પર ફેન્સીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
