મહાનગરપાલિકાએ છેલ્લા છ માસથી બંધ કરેલ પ્રતિબંધીત પ્લાસ્ટિક ઝુંબેશ ફરી શરૂ કરી હોય તેમ ગઈકાલે ત્રણેય ઝોનમાં સોલીડવેસ્ટ મેનેજમેન્ટ વિભા દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટીક અને ગંદકી સબબ ચેકીંગ કામગીરી શરૂ કરી હતી. જેમાં 1.9 કિ.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત કરી 36 વેપારીઓ પાસેથી રૂા. 9,350નો વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 21/03/2025 થી 22/03/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. 21/03/2025 થી 22/03/2025 એમ કુલ 2 દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ 36 આસામીઓ પાસેથી 1.967 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 9350/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપર વિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્પેા નાકટર/ સેનેટરી સબ ઇન્પેના કટર દ્રારા કરવામાં આવેલ.
