મોરબી જીલ્લામાં મોરબી શહેર ઉપરાંત વાંકાનેર શહેર અને તાલુકા તેમજ હળવદ તાલુકામાં જાહેરમાં જુગાર રમતા 34 પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ રેડ મોરબી શહેરના ભવાની ચોકમાં કરી હતી જેમાં જાહેરમાં જુગાર રમતા ઇમરાન ઉસ્માન સોલંકી, તૈયબ ઈસ્માઈલ કુરેશી, આરફીખાન કાસમખાન ખોરમ, ઇકબાલ ઉસ્માન શેખ અને અબ્દુલ કાદર સમા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂૂ 7450 જ્પ્ત કરી છે બીજી રેડ મોરબી પંચાસર રોડ ભારતપરામાં જાહેરમાં જુગાર રમતા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતેશભાઈ નટુભાઈ પંચાસર, અનિલભાઈ નટુભાઈ પંચાસરા, બાબુભાઈ હાજીભાઇ સુમરા, જયેશ કિશોરભાઈ પંચાસરા, કાસમ અબ્દુલ શાહમદાર અને કિશોર નટુભાઈ પંચાસર એમ છને ઝડપી લઈને રોકડ રૂૂ 5600 જપ્ત કરી છે ત્રીજી રેડ મોરબી બી ડીવીઝન પોલીસે ઉમિયાનગર ઢાળ ઉપર શેરીમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા મનુભાઈ મેરાભાઈ મકવાણા, કિશન નાગરભાઈ સુમેરા અને રાહુલ વિનોદભાઈ વઢરૂૂકીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂૂ 4660 જપ્ત કરી છે ચોથી રેડ બી ડીવીઝન પોલીસે ત્રાજપર ખારી રામકુવા પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા કાનજી ભરતભાઈ રાઠોડ, જનક અશોકભાઈ ભલસોટ અને ભરત વેરશીભાઈ વઢીયારા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂૂ 2350 જપ્ત કરી છે.
પાંચમી રેડ બી ડીવીઝન પોલીસે ઇન્દિરાનગર ખોડીયાર માતાજી ચોક સામેની શેરીમાં કરી હતી શેરીમાં નાકા પાસે જાહેરમાં જુગાર રમતા જીતેન્દ્ર બાબુભાઈ માનેવાડિયા અને ગૌતમ પરષોતમભાઈ સાગઠીયા એમ બેને ઝડપી લઈને રોકડ રૂૂ 11,200 જપ્ત કરી છે છઠ્ઠી રેડ વાંકાનેર સીટી પોલીસે જીનપરા શેરી નં 12 પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા સલીમ રજાક કુરેશી, વિજય ઉર્ફે કાનો પરષોતમ વીંઝવાડિયા અને સાગર છ્લાભાઈ કોળી એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂૂ 1220 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે સાતમી રેડ વાંકાનેર સીટી પોલીસે નવાપરા શેરી નં 01 પાસે ખુલ્લા પટમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા ગણેશ હકાભાઇ ઉધરેજા, સાહિલ શંકરભાઈ સારલા અને લાલજીભાઈ ઉર્ફે ગોગો શીવાભાઈ કોળી એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂૂ 3110 જપ્ત કરી છે.
આઠમી રેડ વાંકાનેર તાલુકા પોલીસે માટેલ ગામે કરી હતી માટેલ ગામે આવેલ મેલડી મંદિર ચોકમાં જાહેરમાં જુગાર રમતા સાગર ઘોઘજીભાઈ વિંજવાડિયા, બાબુભાઈ સવાભાઇ ડાભી, લાલજીભાઈ ઉર્ફે લાલો ટીસાભાઈ સરાવાડિયા અને બળદેવભાઈ અશોકભાઈ વિંજવાડિયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂૂ 10,530 જપ્ત કરી છે નવમી રેડ હળવદ પોલીસ ટીમેં પંચમુખી મહાદેવ મંદિર સામે શેરીમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા જીતુભાઈ બાબુભાઈ ગોહિલ, રવિભાઈ વાલજીભાઈ મકવાણા, સચિન ભરતભાઈ મિયાત્રા, ગણેશ રાયસંગભાઈ થરેસા અને મગન જીવરાજભાઈ જાદવ એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂૂ 11,500 જપ્ત કરી છે.
