ઓખામાં માછીમારને હાર્ટએટેક આવતા મોત
ખંભાળિયા તાલુકાના સામોર ગામે હાલ રહેતા અને મૂળ મધ્યપ્રદેશ રાજ્યના બદવાળી જિલ્લાના રાજપુર તાલુકાના રહીશ વિકમભાઈ ચમારીભાઈ ચૌહાણ નામના 29 વર્ષના યુવાનનો દોઢ વર્ષનો માસુમ પુત્ર કીગરાજ ચૌહાણ ગઈકાલે રવિવારે બપોરના સમયે સામોર ગામની સીમમાં રમી રહ્યો હતો. ત્યારે રમતા રમતા પાણીની કેનાલમાં પડી જતા ડૂબી જવાના કારણે તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતક બાળકના પિતા વિકમભાઈ ચૌહાણએ અહીંની પોલીસને કરી છે.
નવસારી તાલુકાના વાડીકુવા ગામના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ ભાણાભાઈ હળપતિ નામના 40 વર્ષના માછીમાર યુવાનને રવિવારે નાસ્તો કરીને આરામ કરતી વખતે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ શશીકાંતભાઈ હરિભાઈ ટંડેલએ ઓખા મરીન પોલીસને કરી છે.
