રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં 72 બેઠકો ઉપર 311 ફોર્મ રદ, 243 માન્ય

ભાજપના 172 , કોંગ્રેસના 71, આમ આદમી પાર્ટીના 60 તથા અપક્ષના 8 ફોર્મ રદ રાજકોટ મહાનગરપાલિકાની સાથોસાથ જિલ્લા પંચાયત, નગરપાલિકા, તથા તાલુકા પંચાયતની ચૂંટણી માટે…

ભાજપના 172 , કોંગ્રેસના 71, આમ આદમી પાર્ટીના 60 તથા અપક્ષના 8 ફોર્મ રદ

રાજકોટ મહાનગરપાલિકાની સાથોસાથ જિલ્લા પંચાયત, નગરપાલિકા, તથા તાલુકા પંચાયતની ચૂંટણી માટે હાલ ગઈકાલે ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં કુલ 243 માન્ય રાખવામાં આવ્યા છે અને 311 ફોર્મ અમાન્ય રખાયા છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે 554 ઉમેદવારોએ પોતાના નામાંકન પત્રો ભર્યા હતા. તબક્કાવાર વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા કુલ 244 ફોર્મ ભરવામાં આવ્યા જેમાં 72 ફોર્મ માન્ય રખાયા અને 172 ફોર્મને રદ કરવામાં આવ્યા છે. 18 વર્ષની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર સાતમાં સૌથી વધુ 18 ફોર્મ ભરવામાં આવ્યા હતા અને સૌથી ઓછા ફોર્મ વોર્ડ નંબર 16 અને 17 માં ભરાયા’ તા. સ્થાનિક તંત્ર દ્વારા જે ફોર્મ રદ કરવામાં આવ્યા તેમાં સૌથી વધુ ફોર્મ વોર્ડ નંબર 7માં રદ થયા છે ત્યારબાદ સૌથી ઓછા ફોર્મ વોર્ડ નંબર 16 અને 17 માં રદ થયેલા છે.

ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો 143 ઉમેદવારોએ પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું જેમાં સ્થાનિક તંત્રએ 72 ફોર્મ માન્ય રાખ્યા છે જ્યારે 71 ફોર્મ અમાન્ય છે. સૌથી વધુ બોર્ડ ત્રણમાં બહાર ઉમેદવાર હોય ફોર્મ ભર્યા હતા અને સૌથી ઓછા વોર્ડ નંબર નવમાં પાંચ ઉમેદવાર હોય ઉમેદવારી નોંધાવી હતી. આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો 18 વોર્ડ ની 72 બેઠકો માટે 130 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી જેમાંથી વહીવટી વિભાગે ફોર્મ ચકાસણી કર્યા બાદ 70 ઉમેદવારોના ફોર્મને ગ્રાહ્ય રાખવામાં આવ્યા હતા જ્યારે 60 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 15માં હાલ આમ આદમી પાર્ટીના ઉમેદવારનું એક એક ફોર્મ રદ થયું છે.

બહુજન સમાજ પાર્ટીએ 72 બેઠકો માટે કુલ 10 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે જેમાં વોર્ડ નંબર ચાર, વોર્ડ આઠમાં બે, ઓડ 10 અને 11માં એક- એક , વોર્ડ નંબર 13 માં ત્રણ વોર્ડ નંબર 15માં એક અને વોર્ડ નંબર 18માં એક ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. જેમાં તમામ 10 ઉમેદવારોના ફોર્મ વહીવટી તંત્રએ ગ્રાહ્ય રાખ્યા છે. જ્યારે 72 બેઠકો પર 27 ઉમેદવારોએ અપક્ષ માંથી પંપ ભરેલું છે જેમાં 19 ફોર્મ માન્ય અને આઠ ફોર્મ અમાન્ય છે. સરેરાશ 18 વોર્ડ માટે કુલ કુલ 554 ફોર્મ ભરાયા જેમાંથી 243 માન્ય અને 311 રદ થયા છે. આવતીકાલે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી સાચો આંકડો કાલે જ સામે આવશે.

ભાજપ તથા કોંગ્રેસના તમામ ઉમેદવારો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે ત્યારે તેમના એક પણ ઉમેદવાર ફોર્મ પરત ખેંચશે તેવું ક્યાં નથી વાત રહી આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોની તો તેમાં કેટલા ફોર્મ ખેંચાય તેના પર હાલ મીટ મંડાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *