બેડીગેઇટ વિસ્તારમાં મકાનમાંથી વિદશી દારૂની 31 બોટલ ઝડપાઇ

જામનગરના બેડીગેઇટ વિસ્તારમાં રહેતા એક શખ્સના મકાનમાંથી 31 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે આ દરોડા સમયે આરોપી હાજર…

જામનગરના બેડીગેઇટ વિસ્તારમાં રહેતા એક શખ્સના મકાનમાંથી 31 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે આ દરોડા સમયે આરોપી હાજર મળી આવ્યો ન હતો.

એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે જામનગર શહેર માં બેડીનાકા પાસે કેવી રોડ ઉપર જાહેર સોચાલય ની સામે રહેતા જગાભાઇ કચરાભાઈ કોળી ના રહેણાંક મકાન ઉપર દરોડો પાડ્યો હતો. આ સમયે તેના મકાન માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂૂ ની અલગ અલગ બ્રાન્ડની 31 નંગ દારૂૂ ની બોટલો ( કિ.રૂૂ. 19,131) મળી આવતા પોલીસે દારૂૂ કબજે કર્યો હતો. આ દરોડા સમયે આરોપી હાજર મળી આવતો ન હતો જેને પકડવાની કાર્યવાહી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *