બર્ધન ચોકમાં નડતરરૂપ માલ સામાન ભરી લેતું મનપા

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે બર્ધન ચોક વિસ્તાર માંથી દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમયાન રેકડી અને પથારા વાળા નો માલ સામાન જપ્તો કર્યો…

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે બર્ધન ચોક વિસ્તાર માંથી દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમયાન રેકડી અને પથારા વાળા નો માલ સામાન જપ્તો કર્યો હતો.

કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેના અનુસંધાને ખાસ કરીને બર્ધન ચોક વિસ્તારમાંથી ટ્રાફિકને નડતરરૂૂપ
રેકડી અને પથારા વાળાને દૂર કરવામાં આવી રહ્યા છે આજે પણ ચાર રેકડી અને 15 થી વધુ પથારા વાળા નો માલસામાન જપ્ત કર્યો હતો. અને સમગ્ર વિસ્તાર ને દબાણ મુક્ત કરાવ્યો હતો. આ સમયે અન્ય કેટલાક ધંધાર્થીઓમાં નાશ ભાગ મચી જવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *