સોમનાથમાં કાલથી ભજન, ભોજન અને ભક્તિનો 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ

ભકતોને અપાશે સંતોષ અપાર, યાત્રીઓની સેવા માટે સોમનાથ ટ્રસ્ટ તૈયાર: હર હર ભોલેના નાદથી ગુંજશે સોમનાથ ભક્તોને ઘર બેઠા ઓનલાઇન મહાદેવની બિલ્વ પૂજાનો, પોસ્ટ મારફત…

ભકતોને અપાશે સંતોષ અપાર, યાત્રીઓની સેવા માટે સોમનાથ ટ્રસ્ટ તૈયાર: હર હર ભોલેના નાદથી ગુંજશે સોમનાથ

ભક્તોને ઘર બેઠા ઓનલાઇન મહાદેવની બિલ્વ પૂજાનો, પોસ્ટ મારફત ઘરે મળશે રૂદ્રાક્ષ, નમન ભસ્મનો લાભ

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 30 દિવસીય શ્રાવણ રુપી શીવ મહોત્સવનો પ્રારંભ તા.13/08/2026 થી થશે અને પૂર્ણાહુતી તા.11/09/2026 શ્રાવણ વદ અમાસના રોજ થશે. ત્યારે સોમનાથ ભજન ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પ્રેમ પૂર્ણ આતિથ્ય મળે તેના માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

શ્રાવણમાં ભક્તો ચાર સોમવાર, અગીયારસ, રક્ષાબંધન, સાતમ-આઠમ, જન્માષ્ટમી, માસિક શિવરાત્રિ, અમાસ સહિતના દિવસોમાં આવનાર માનવ મહેરામણના સ્વાગત માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રી સુવિધાઓ- પૂજન તેમજ આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન જન-જન ને સુંદર રીતે થાય તેવુ આગવુ આયોજન કરવામાં આવ્યુ છે.

પ્રતિ વર્ષ શ્રાવણ માસ દરમિયાન લાખોની સંખ્યામાં વધુ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે. અને દર વર્ષે યાત્રીઓની સંખ્યામાં વૃદ્ધિ જોઈને આ વર્ષે ભૂતકાળના તમામ શ્રાવણ કરતા વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારવાનો અંદાજો લગાવાઇ રહ્યો છે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. વધારે માત્રામાં આવનારી યાત્રીઓ માટે રહેવા, ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ વિભાગોમાં માઇક્રો મેનેજમેન્ટ કરી સુચારુ વ્યવસ્થાઓ ઉભી કરી છે, શ્રાવણ માસ માટે વધારાની સાધન સામગ્રી સાથે વધુ સ્ટાફ મંદિરમાં ફરજ પર મૂકવામાં આવ્યો છે. શ્રી સોમનાથ મંદિર દરવર્ષની જેમ આ વર્ષે પણ સોમવાર તથા તહેવારોના દિવસોએ સવારના 4-00 વાગ્યે ખોલવામાં આવશે.

વૃદ્ધો અશક્ત યાત્રીકો, દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતેથી શ્રી સોમનાથ મંદિર સુધી પહોચવા ગુજરાત પ્રવાસન વિભાગના સહયોગથી નિ:શુલ્ક ટોય ટ્રેનની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. શ્રી સોમનાથ મંદિર પરિસરના અપ્રોચ એરિયામાં ટ્રસ્ટ દ્વારા સ્વાગત કક્ષ ની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટા અક્ષરે સ્વાગત કક્ષ લખેલા સફેદ ટેન્ટમાં વૃદ્ધો તેમ દિવ્યાંગો માટે વ્હીલ ચેર, મંદિરમાં ચાલનારી ગોલ્ફ કાર્ટ માટે સીનીયર સીટીઝન અને દિવ્યાંગો માટે નિશુલ્ક 0₹ ટિકિટ તેમજ વિશેષ જરૂૂરિયાત હોય તેવા યાત્રીઓ માટે સહાયક ગોઠવવામાં આવ્યા છે. વૃદ્ધો અને દિવ્યાંગોને દર્શનમાં સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.

પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર 25₹ માં નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, ભક્તોને મળશે પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન ભસ્મનો લાભ સોમનાથ મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રા એ માત્ર એક યાત્રા નથી, પરંતુ ભક્તિનો અનોખો અલભ્ય અનુભવ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ મહાદેવના સ્વરૂૂપનું વિધિવિધાન થી પૂજન કરી પાલખીને યાત્રા પ્રસ્થાન કરાવે છે. ત્યારે હજારો શિવભક્તો મળીને આ યાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીને ઊંચકીને પુણ્યનું અર્જન કરે છે. હવેથી શ્રાવણ માસના ચાર સોમવાર ઉપરાંત શ્રાવણ માહની પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસના દિવસે પણ પાલખીયાત્રા નું પ્રથમ વખત વિશેષ આયોજન કરવામાં આવનાર છે.

શ્રાવણ માસ દરમ્યાન ભક્તો સોશ્યલ મીડીયા ના માધ્યમથી દર્શન અને આરતી નો લ્હાવો લઇ શકે તે માટે ટ્રસ્ટના સોશિયલ મીડિયા પરથી મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.
શ્રાવણ માસ દરમીયાન લાખો દર્શનાર્થીઓ સોમનાથ દાદાના દર્શનનો લાભ લેશે, દર્શન અને આરતી દરમિયાન ભક્તોએ સતત ચાલતા રહેવું પડશે. દર્શન બાદ યાત્રીઓ મંદિરની અંદર રોકાઇ શકશે નહિં, યાત્રિઓ ને મુશ્કેલી ન પડે અને સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ પોલીસ બંદોબસ્ત અને વિશેષ સ્ટાફ ગોઠવી વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરના અપ્રોચ એરિયાથી લઈને પ્રવેશ નિકાસ એરિયા અને મુખ્ય પરિસરમાં થોડા થોડા અંતરે આર.ઓ પ્યુરીફાઈડ પીવાના પાણીના પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે.

શ્રાવણમાં યાત્રીઓના પ્રવાહને ધ્યાને રાખી, વધુ માત્રામાં પ્રસાદ નિર્માણ, પૂજાવિધિ-ક્લોકરૂૂમ-જુતાઘર સહીતની વધારાની વ્યવસ્થા કરવામાં આવશે. શ્રાવણમાસ દરમ્યાન સ્વાગત કક્ષથી યાત્રીઓને સતત મદદ-માર્ગદર્શન મળી રહેશે. ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં ક્ષમતા વધારી યાત્રીઓની સુવિધા વધે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રથમ વખત સોમનાથમાં 30 દિવસીય 51 કુંડી ‘મહામૃત્યુંજય યજ્ઞ’નું આયોજન
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન, શ્રી સોમનાથ મંદિરમાં પ્રથમ વખત 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞના મહાઅનુષ્ઠાનનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ આવનાર ભાવિકો ભગવાન ચંદ્ર દ્વારા મહામૃત્યુંજય મંત્રોથી સિદ્ધ થયેલ ભૂમિ પર યજ્ઞ પુણ્યનું અર્જન કરી શકે તેના માટે વિશેષ રૂૂપે આ “મહામૃત્યુંજય યજ્ઞ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં કોઈપણ ભક્ત જોડાઈ શકે, અને યજ્ઞનો લાભ લઇ શકે તે માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મંદિર પરિસરમાં સ્વાગત કક્ષ અને નિકાસ દ્વાર નજીક વિશેષ કાઉન્ટર પર 51₹ ન્યોછાવર કરી ભક્તોને યજ્ઞ માટે આહૂતિ દ્રવ્ય ધોતી અને યજ્ઞમાં યજમાન બનવાનું પુણ્ય મળે છે. સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી 1 કલાકના 9 અલગ અલગ સ્લોટમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો પારંપરિક વસ્ત્ર ધોતી પેહરીને યજ્ઞમાં જોડાય તેના માટે વિશેષ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્રાવણ દરમિયાન વિશેષ શૃંગાર અને શૃંગાર પૂજનનો અવસર
શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારોથી અલંકૃત કરવામાં આવશે. શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને સવાલક્ષ બિલ્વ પત્ર શૃંગાર, રુદ્રાક્ષ શૃંગાર, ભસ્મ દર્શન, વૈષ્ણવ દર્શન, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, સહિતના 30 દિવસના અલગ અલગ ધાર્મિક મહાત્મ્ય સાથેના શૃંગાર કરવામાં આવશે. વિશેષ રૂૂપે શ્રાવણના પ્રથમ 3 સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વ પર વિશેષ સ્વાભિમાન શ્રૃંગાર કરવામાં આવશે આ શૃંગારના નિયત કરેલ ન્યોછાવર રાશી આપી ભક્તજનો યજમાન બનવાનો લાભ લઇ શકશે. શૃંગાર નોંધાવનાર દરેક ભક્તને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોમ્પ્લીમેન્ટરી સ્વરૂૂપે સોમેશ્વર મહાપૂજા પણ કરાવવામાં આવશે. મંદિરના પૂજા વિધિ કાઉન્ટર પર ઈચ્છુક ભક્ત શૃંગાર ન્યોછાવર કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *