નારાયણનગરમાં 3 વર્ષિય બાળકીનું આંચકી આવતાં પડી જવાથી મોત

શહેરના ઢેબર રોડ પર આવેલા નારાયણનગરમાં રહેતી 3 વર્ષની બાળકીનું આચકી આવતાં પડી જવાથી મોત નિપજ્યું હતું. જાણવા મળતી વિગત મુજબ ઢેબર કોલોનીમાં આવેલા નારાયણનગર…

શહેરના ઢેબર રોડ પર આવેલા નારાયણનગરમાં રહેતી 3 વર્ષની બાળકીનું આચકી આવતાં પડી જવાથી મોત નિપજ્યું હતું.

જાણવા મળતી વિગત મુજબ ઢેબર કોલોનીમાં આવેલા નારાયણનગર પાસે ઝુંપડ પટ્ટીમાં રહેતાં રમેશભાઈ સલાડની ત્રણ વર્ષની બાળકી સજના ઉર્ફે ખુશી આજે સવારે તેના ઘર પાસે રમતી હતી ત્યારે તેને આચકી ઉપડતાં તે પડી ગઈ હતી. જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક સજના બે ભાઈ બે બહેનમાં નાની અને તેના પિતા મજુરી કામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *