માંડલ ખંભલાયધામમાં 3 વર્લ્ડ રેકોર્ડ સર્જાશે: 23મીએ વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા ટ્રસ્ટને સર્ટિફિકેટ એનાયત કરશે

માંડલના શ્રી ખંભલાય માતાજી ધામમાં તા. 14 થી 24 ડીસેમ્બર દરમ્યાન 11 દિવસીય શ્રી મહાશક્તિ ખંભલાય મા લક્ષચંડી મહાયાગના મહામુલા અવસરને લઈ હવે ગણતરીના દિવસો…

માંડલના શ્રી ખંભલાય માતાજી ધામમાં તા. 14 થી 24 ડીસેમ્બર દરમ્યાન 11 દિવસીય શ્રી મહાશક્તિ ખંભલાય મા લક્ષચંડી મહાયાગના મહામુલા અવસરને લઈ હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે આજે આ દુર્લભ પ્રસંગ શરૂૂ થાય એ પહેલાં ખંભલાય ટ્રસ્ટ દ્વારા ઉત્સવની સંપુર્ણ માહિતી આપી હતી. ટ્રસ્ટના માનદમંત્રી મુકેશભાઈ રાવલ (રાજકોટ) દ્વારા જણાવાયું કે, માંડલ એક અધ્યયન એવા પુસ્તકમાં માંડલનો ઈતિહાસ 8 હજાર વર્ષ જુનો બતાવ્યો છે. શ્રી ખંભલાય માતાજી ચામુંડા સ્વરૂૂપમાં મુળ પ્રગટ થયેલ જેનો ઈતિહાસ 800 વર્ષ પૌરાણિક છે. માંડલના 8 હજાર વર્ષના ઈતિહાસમાં લક્ષચંડી નામના યજ્ઞનો કોઈ ઈતિહાસ જોવા મળતો નથી, એટલે આ નગરમાં 8 હજાર વર્ષો પછી આવો મહામુલો અવસર આવ્યો છે.

લક્ષચંડીમાં 13 અધ્યાય, 700 શ્ર્લોક અને 216 મંત્રો આવે છે અને 916 મંત્રોની એક આહુતિ બતાવવામાં આવી છે જયારે આખો ચંડીપાઠ પુર્ણ થાય છે. આ ઉત્સવમાં 400 કિલોગ્રામ શુદ્ધ ઘીનો ઉપયોગ થશે, કેસર-ડ્રાયફ્રુટ, હવન સામગ્રી, ઉદ, કેસર, કેસરનો અર્ક અને વિવિધ ઔષધિઓ થકી અને શુદ્ધ પાયસની મદદની 1 કરોડ 8 લાખ આહુતિ 11 દિવસની અંદર 255 ભાગ્યશાળીઓ યજમા, 108 ચીત્રકુટી ભુદેવો એમ થઈ કુલ 363 કુંડ ઉપર હોમવામાં આવશે. માંડલ ખંભલાય માતાજીના નીજ મંદિરે તા.05/05/201પથી અખંડિત નવચંડી યજ્ઞ છેલ્લાં દસ વર્ષથી યોજાય છે, ધનતેરસે પુર્ણ કરાયેલ 6 માસનું લક્ષચંડી પાઠાત્મક મહાઅનુષ્ઠાન અને 1 કરોડથી વધુ આહુતિ એટલે ખંભલયા ધામમાં ત્રણ વિશ્વ વિક્રમ સર્જાવા જઈ રહ્યાં છે.

તા.23 ડીસેમ્બરના રોજ વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયાના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહેશે અને ત્રણ ખંભલાય ધામના ત્રણ વર્લ્ડ રેકોર્ડ લખશે અને ત્રણ સર્ટીફીકેટ ટ્રસ્ટને એનાયત કરશે. આ પ્રસંગને લઈ તાજેતરમાં રીલીઝ થયેલ લાલો ફીલ્મના એકટર્સ, રાજયના રાજકીય મહાનુભાવો, સમાજ અગ્રણીઓ તેમજ રાજયના ખુણેખુણામાંથી અને દેશ-વિદેશમાં વસતાં હજારો માઈભક્તો દર્શનાર્થે ઉમટી પડવાના છે. ખંભલાય માતાજી ટ્રસ્ટ દ્વારા વૈદિક વાંસની યજ્ઞશાળા ઉભી કરાઈ, યજ્ઞ કુંડ રંગરોગાન, ભોજનાલયની વ્યવસ્થા, મહેમાનો-યજમાનોના ઉતારા સહિતની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. સંપુર્ણ પ્રસંગ અને ભુતકાળમાં થયેલ અનેક પ્રસંગોની માહિતી પ્રેસ બ્રીફના માધ્યમથી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *