વેરાવળમાં 6 ઈંચ, સુત્રાપાડામાં 8.64 ઈંચ, કોડીનારમાં 5.2 ઈંચ, ઉનામાં 5.52 ઈંચ, ગીરગઢડામાં 3.2 ઈંચ વરસાદ ખાબક્યો : વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાયું
ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવેલ છે અને સુરક્ષાના કારણોસર માછીમારોને તાત્કાલિક કિનારે પરત ફરવા અને દરિયો ખેડવા ન જવા સૂચના અપાય છે. ત્યારે ગઈકાલે રાત્રીના આઠ થી આજે સવારે આઠ વાગ્યા સુધીમાં જીલ્લામાં ત્રણ થી આઠ ઇંચ જેવો વરસાદ પડતા મોટાભાગની ગરબીઓ અને નવરાત્રીના કાર્યક્રમો રદ કરવામાં આવેલ છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે દરિયામાં તોફાની માહોલ સર્જાયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેરાવળ પોર્ટ કચેરીએ બંદર પર 3 નંબરનું ચેતવણી સિગ્નલ લગાવ્યું છે. હાલમાં દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને પવનની ગતિ માં નોંધપાત્ર વધારો થયો છે. સુરક્ષાના કારણોસર માછીમારોને તાત્કાલિક કિનારે પરત ફરવા અને નવા દરિયા ખેડવા ન જવા સૂચના અપાઈ છે.
સુત્રાપાડા, કોડીનાર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ માછીમારી નૌકાઓને પરત બોલાવવા ની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા માછીમારોને સતત જાણકારી પૂરી પાડવામાં આવી રહી છે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડ, વહીવટી સંકુલ,વેરાવળ બંદર દ્વારા સ્થાનિક માછીમારો ને જણાવ્યું કે તેઓ આવક માટે દરિયો ખેડવા આતુર હોય છે, પરંતુ હાલ તંત્રની ચેતવણીને ધ્યાનમાં રાખીને તેઓ સલામતીને પ્રાથમિકતા આપશો. હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે આ લો પ્રેશર સિસ્ટમ આગળ વધતા વધુ વરસાદ અને જોરદાર પવનની શક્યતા છે. આથી તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે રાત્રીના આઠ વાગ્યાથી વરસાદ પડવાનું શરૂૂ થતા આજે સવારે આઠ વાગ્યા સુધીમાં જીલ્લાના મુખ્ય મથક વેરાવળમાં 146 મી.મી. (6 ઇચ), સુત્રાપાડામાં 216 મી.મી. (8.64 ઇચ), કોડીનારમાં 130 મી.મી. (5.2 ઇચ), ઉનામાં 138 મી.મી. (5.52 ઇચ), ગીરગઢડામાં 80 મી.મી. (3.2 ઇચ) અને તાલાલામાં 124 મી.મી. (4.96 ઇચ) વરસાદ પડેલ હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલ છે અને જીલ્લામાં આવેલા ડેમોમાં પણ વરસાદી પાણીની આવક હોવાથી નીચાણ વાળા વિસ્તારો ને સાવચેત કરી દરવાજા ઓ ખોલવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
