ખંભાળિયા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે 3 શખ્સો ઝડપાયા: એક ફરાર

ખંભાળિયા વિસ્તારના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પી.આઈ. વી.એ. રાણાના વડપણ…

ખંભાળિયા વિસ્તારના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પી.આઈ. વી.એ. રાણાના વડપણ હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સલાયાના કોન્સ્ટેબલ ઓમદેવસિંહ જાડેજા, પીઠાભાઈ જોગલ અને વિપુલભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના ચાર બારા ગામના રોડ પરથી રાત્રીના આશરે બે વાગ્યાના સમયે પસાર થતી મારુતિ સુઝુકી આર્ટિગા તેમજ સ્વીફ્ટ ડિઝાયર મોટરકારમાં વિદેશી દારૂૂના કટીંગ સમયે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ દરોડામાં પોલીસે રૂૂ. 1,24,656 ની કિંમતની વિદેશી દારૂૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 180 બોટલ પોલીસને હાથ લાગી હતી. આ પ્રકરણમાં પોલીસે રૂૂ. નવ લાખની કિંમતની બે મોટરકાર, રૂૂ. 1.25 લાખની કિંમતનો વિદેશી દારૂૂ અને રૂૂપિયા 90 હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂૂ. 11,14,656 ના મુદ્દામાલ સાથે જામનગરના ગાંધીનગર ખાતે રહેતા કરણસિંહ લાલુભા ગોહિલ અને પ્રેમ ભીખુભાઈ ગોસાઈ તથા જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા જયદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા નામના ત્રણ શખ્સોની અટકાયત કરી હતી.

જ્યારે આ દરોડા દરમ્યાન જામનગરનો રહીશ શક્તિસિંહ ઉર્ફે પિન્ટુ જાડેજા નાસી છૂટવામાં સફળ થયો હતો. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે સલાયા મરીન પોલીસે તમામ ચાર શખ્સો સામે પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ કરી છે.

મેવાસાનો શખ્સ 38 બાટલી સાથે ઝબ્બે
કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે રહેતા હેમત અરસી ધ્રાંગુ નામના 33 વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે રૂૂપિયા 49,400 ની કિંમતની વિદેશી દારૂૂની 38 બાટલીઓ સાથે ઝડપી લીધો હતો. દારૂૂનો આ જથ્થો તેણે જામનગરમાં રહેતા મસરી ઉર્ફે મહેશ દેવશી બરાઈ નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી. જે અંગે કલ્યાણપુર પોલીસે ગુનો નોંધી, હેમત અરસી ધ્રાંગુની અટકાયત કરી, આગળની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *