બંદરમાં કોસ્ટગાર્ડની જેટીના બાંધકામ દરમિયાન સર્જાયેલી દુર્ઘટના
દેવભૂમિ દ્વારકા નજીક આવેલા ઓખાના ડાલ્ડા બંદરમાં પેસેન્જર જેટીના કામ દરમિયાન મોટી દૂર્ઘટના સર્જાયેલ છે. આજે સવારે પેસેન્જર જેટી પાસે ક્રેન તુટી દરિયામાં ખાબકતા ઈજનેર સહિત ત્રણના મોત નિપજ્યા હતાં. મળતી માહિતી મુજબ ઓખા બંદર ઉપર કોસ્ટગાર્ડની જેટી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તેમાં આજે સવારે મજુરો કામ કરી રહ્યા હતાં. તે દરમિયાન અચાનક જ મહાકાય ક્રેન તુટીને દરિયામાં ખાબકતા જેટી ઉપર કામ કરી રહેલા મજુરો પણ દરિયામાં પડીગયા હતા અને ક્રેઈનનો કાટમાળ તેમની ઉપર પડતા એક ઈજનેર, એક સુપરવાઈઝર અને એક મજુરના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં.
આ દૂર્ઘટનાની જાણ થતાં જ મમેરીટાઈમ બોર્ડ, કોસ્ટગાર્ડ અને ફાયર બ્રિગેડની બચાવ ટુંકડીઓ સ્થળ પર પહોંચી હતી અને દરિયામાંથી ત્રણેય મૃતકોના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડ્યા હતાં.
દુર્ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા કોસ્ટગાર્ડની જેટીનું કામ ચાલી રહ્યું છે. તેમાં વીસેક ફૂટ ઉંચા સ્પામ ફીટ કરવામાં આવી રહ્યા છે. આજે સવારે આ કામગીરી ચાલી રહી હતી ત્યારે સિમેન્ટનો પોલ ઉંચકતી ક્રેઈમ અચાનક જ તુટી પડી હતી સ્થળ પર અનેક મજુરો કામ કરી રહ્યા હતા તેમાંથી ત્રણના મોત થયા હતાં.