નવાગામમાં બ્યુટી પાર્લર સંચાલિકાના મકાનમાંથી 3.80 લાખ મતાની ચોરી

  રાજકોટ શહેરના કુવાડવા પાસેના નવાગામમા આવેલા સમજુ પાર્કમા તસ્કરો ત્રાટકયા હતા અને બ્યુટી પાર્લર સંચાલીકાના મકાનમાથી એક લાખના દાગીના અને રૂ. ર.80 લાખની રોકડ…

 

રાજકોટ શહેરના કુવાડવા પાસેના નવાગામમા આવેલા સમજુ પાર્કમા તસ્કરો ત્રાટકયા હતા અને બ્યુટી પાર્લર સંચાલીકાના મકાનમાથી એક લાખના દાગીના અને રૂ. ર.80 લાખની રોકડ સહભીત રૂ. 3.80 લાખની મતા ચોરાઇ હોવાની ફરીયાદ પોલીસમા નોંધાઇ છે. આ ઘટનાની વધુ વિગતો મુજબ સમજુ પાર્કમા રહેતા બ્યુટી પાર્લર સંચાલીકા શિલ્પાબેન રવીભાઇ સોરાણીએ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ એકાદ વર્ષથી સમજુ પાર્કમા આવેલા ભરતભાઇ કુંભારના મકાનમા ભાડેથી રહી ઋષિતા બ્યુટી પાર્લર ચલાવે છે તેમજ પાર્લરમા અન્ય કોઇ વ્યકિત કામ કરતુ નથી અને મકાનના નીચેના માળે પોતે પાર્લર ચલાવે છે તેમજ મકાન માલીકના સબંધી ઉપરના માળે રહે છે. તેઓએ સમજુ પાર્ક ખાતે મકાન ફેરવ્યુ ત્યારે કબાટમા તેની દીકરીઓના 3 જોડી બુટી, 3 પેન્ડલ જે મળી 36.3ર0 ગ્રામ તેમજ તેની અંદાજીત કિંમત 1 લાખ જેટલી ગણાય છે જે કબાટમા મુકયા હતા અને સમજુ પાર્ક ખાતે સાતેક મહીના પહેલા 36.પ1 લાખમા એક મકાન ખરીદયુ હતુ. તેનુ ટોકન રૂ. પ1 હજાર શિલ્પાબેને અને તેના પતિએ મકાન માલીકને આપી દીધુ હતુ. પિતાએ જમીન વેચી હોય જેથી તેનુ પેમેન્ટ આવ્યા બાદ મકાન લેવા માટેના રૂપીયા તેઓ આપવાના હતા.

તેમજ મકાનનો દસ્તાવેજનો ખર્ચ થાય તે શિલ્પાબેન અને તેમના પતિએ આપવાનો હતો. જેથી શિલ્પાબેન પાસે રહેલા સોનાના ઘરેણા જે રાજકોટ પિપલ્સ કો. ઓપ. બેંક મા ગીરવે મુકી તેના બદલામા રૂ. ર.80 લાખ મળ્યા હતા. જે 1પ થી ર0 દિવસ પહેલા તેજોરીમા રાખ્યા હતા. તા. 13 ના રોજ રાત્રીના નવેક વાગ્યે તેઓ પોતાનુ પાર્લર બંધ કરી જતા રહયા હતા બાદમા 14 તારીખે પતિના મિત્ર જગદીશભાઇ ગોંડલીયા અને તેમના પત્ની સોનલબેન ગોંડલીયા એમ શિલ્પાબેનના ઘરે આવ્યા હતા અને ત્યારબાદ તેઓને સાથે લઇ નવુ મકાન જોવા ગયા ત્યારે ત્યા પાર્લરના મકાનનો દરવાજામા લગાવેલ તાળુ તુટેલી હાલતમા હતુ અને અંદર રહેલા કબાટનો સામાન પણ વેર વીખેર હાલતમા જોવા મળ્યો હતો જેથી અંદર તપાસ કરતા દાગીના અને રોકડ સહીત રૂ. 3.80 લાખની મતા કોઇ અજાણ્યો તસ્કર ચોરી ગયાની જાણ થતા પોલીસમા ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *