આ વર્ષે 17 કેદીઓ ઓછા નોંધાયા: રાજકોટમાંથી છ કેદીઓ આપશે પરિક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ તા.27 ફેબ્રુઆરીને ગુરૂૂવારથી શરૂૂ થઇ રહી છે.
ત્યારે આ વર્ષે બોર્ડની પરીક્ષામાં રેગ્યુલર અને રીપીટર વિદ્યાર્થીઓ સાથે જેલમાં રહેલા કેદીઓની પણ યાદી તૈયાર કરવામાં આવી છે.
બોર્ડની પરીક્ષામાં રાજ્યભરની જેલમાંથી 113 કેદીઓ પણ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે. જે માટે જેલના ચાર પરીક્ષા કેન્દ્રો પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ધો.10માં 72 અને ધો.12માં 41 બંદીવાન પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની જેલના ચાર પરીક્ષા સેન્ટર ખાતેથી ધો.10 અને ધો.12ની પરીક્ષા આપવા માટે સજ્જ થયા છે.
ગુજરાતની જેલમાં બંધ કેદીઓ માટે પણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું આયોજન કરાયું છે. 27 ફેબ્રુઆરીને ગુરૂૂવારથી લેવાનારી પરીક્ષામાં જેલોના 113 કેદીઓ પરીક્ષાર્થી તરીકે નોંધાયેલા છે. જે પૈકી ધો.10 માટે 72 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે,
જેમાં અમદાવાદમાં 44, વડોદરામાં 04, રાજકોટમાં 06 અને સુરતમાં 18 કેદીઓ પરીક્ષા આપશે. એવી જ રીતે ધો.12ની પરીક્ષા માટે 41 કેદીઓ નોંધાયા છે.
જેમાં અમદાવાદમાંથી 21,વડોદરામાંથી 06, રાજકોટમાંથી 06 અને સુરતમાંથી 08 મળીને કુલ 41 કેદીઓ પરીક્ષા આપશે. આ રીતે 113 કેદીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે.
અમદાવાદ મધ્યસ્થ જેલ, વડોદરા મધ્યસ્થ જેલ, રાજકોટ મધ્યસ્થ જેલ અને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી છે.
બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષામાં ગત વર્ષે માર્ચ,2024ની પરીક્ષામાં કુલ 130 કેદીઓ નોંધાયા હતા તેની તુલનામાં આ વર્ષે કેદીઓની સંખ્યા 113 થઇ ગઇ છે એટલે કે આ વર્ષે 17 કેદીઓ ઓછા નોંધાયા છે.
જેમાં ગત વર્ષે ધો.10ની પરીક્ષા માટે 73 અને ધો.12ની પરીક્ષામાં 57 કેદીઓ નોંધાયા હતા તો આ વર્ષે ધો.10માં 72 અને ધો.12માં 41 કેદ.ઓ પરીક્ષા આપવાના છે.
