કચ્છ-સૌરાષ્ટ્રમાં અવાર-નવાર ઝટકાથી ભય
ગુજરાતમાં ફરી એક વખત ભૂકંપના ઝટકા અનુભવાયા છે. અમરેલીમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો અનુભવાયો છે. ભૂકંપના ઝટકા અનુભવાતા જ લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
અમરેલી તેમજ આસપાસના વિસ્તારમાં સવારે 10.12 મિનિટે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું હતું.
ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં અવાર નવાર ભૂકંપના ઝટકા અનુભવાતા રહે છે. 11 માર્ચે જ કચ્છમાં એક જ દિવસમાં બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અનુસાર, પહેલો ભૂકંપ સવારે 11:12 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ હતી.
તેનું કેન્દ્ર ગાંધીનગરના રાપરથી 16 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. જેની એક મિનિટ પહેલા, 2.8ની તીવ્રતાનો બીજો ભૂકંપનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્ર ભચાઉના ઉત્તર-ઉત્તર-પૂર્વમાં હતું.