મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા, સુધારા માટે 28,368 અરજી આવી

રાજકોટ શહેર અને જિલ્લામાં ચૂંટણી પંચની સૂચના અનુસાર કલેક્ટર તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ મતદાર સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શનિવાર અને રવિવાર…

રાજકોટ શહેર અને જિલ્લામાં ચૂંટણી પંચની સૂચના અનુસાર કલેક્ટર તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ મતદાર સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શનિવાર અને રવિવાર દરમિયાન યોજાયેલી આ ઝુંબેશમાં જિલ્લાના 8 વિધાનસભા મતવિસ્તારના 2512 મતદાન મથકો પર નવા નામ ઉમેરવા અને સુધારા-વધારા માટે કુલ 28,368 અરજીઓ પ્રાપ્ત થઈ છે.જેમાં નામ ઉમેરવા, નામ કમી,સ્થળાંતર અને સુધારા આ સહિત અરજીઓ મળી હતી.

અધિકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, જિલ્લામાં અંદાજે 2.25 લાખ લોકોએ હજુ સુધી મેપિંગ કરાવ્યું નથી, જેમને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસના પગલે અત્યાર સુધીમાં 30,392 મતદારોએ પોતાના પુરાવા રજૂ કરી મેપિંગની પ્રક્રિયા પૂર્ણ કરી છે. સૌથી વધુ રાજકોટ પશ્ચિમ વિસ્તાર 10,038 મતદારો,સૌથી ઓછા ફ્રોમ જસદણ વિધાનસભા બેઠક થયા હતા. હવે આગામી 4 અને 5 જાન્યુઆરીના રોજ ફરી એકવાર ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવશે. રાજકોટ શહેર-જિલ્લાના તમામ 2512 બૂથ પર સવારે 10:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી બી.એલ.ઓ. (ઇકઘ) હાજર રહેશે. જે નાગરિકોને નામ નોંધણી કે સુધારા બાકી હોય તેઓ આ તકનો લાભ લઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *