લોધિકા-રાજકોટ દક્ષિણ અને જેતપુરના સર્કલ ઓફિસરો, બિનખેતીના ટીંબડિયા, આર.ઓ.બ્રાન્ચના રાઠોડની બદલી
ગાંધીનગરથી આવેલા ગઢવીને દક્ષિણમાં સર્કલ ઓફિસર બનાવાયા, મુકેશ રાઠોડને બિનખેતી શાખામાં નિમણૂક
સરકારી કચેરીઓમાં એક જ જગ્યાએ લાંબા સમયથી ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવા માટે સરકારમાં અનેક વખત જાગૃત નાગરીકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને તેને ઘ્યાને લઇ રાજ્ય સરકારના સંબંધિત વિભાગો દ્વારા પણ બદલી કરવાના સુચનો કરાયા હતા. ત્યારે આજે રાજકોટ જિલ્લામાાં કલેકટર દ્વારા બદલીને ગંજીયો ચિપવામાં આવ્યો છે. જેમાં 24 નાયબ મામલતદારની આંતરીક બદલી કરવામાં આવી છે અને 14 જેટલા અધિકારીઓને અન્ય જિલ્લામાંથી અહી મુકાતા તેમને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા કરાયેલ બદલીઓના ઓર્ડરમાં નાયબ મામલતદાર ક્ક્ષાના 24 અધિકારીનો સમાવેશ થાય છે. તેમા ધર્મિષ્ઠા થોરાયાની અને લોધિકાના સર્કલ ઓફિસર નિખિલ ગોહેલની નવીમંજૂર થયેલ લેન્ડગ્રેબીંગ શાખામાં, ગોંડલના ઇ-ધારા કેચરીના ધર્મેશ વઘાસીયાની રાજકોટ તાલુકામાં સર્કલ ઓફિસર તરીકે, રેકર્ડ શાખાના મનુભા જાડેજાની પૂર્વ કચેરીમાં, બીનખેતીમાં શાખાના મૌલિક ટીમ્બડીયાની અપીલ શાખામાં, મુકેશ રાઠોડની બીનખેતી શાખામાં બદલી કરાઇ છે.
ઉપરાંત ધિરેન્દ્ર પૂરોહિતની આઇઓઆરએમાં, હરદિપસિંહ જાડેજાની આર.ઓ. શાખામાં, મહિપતસિંહ જાડેજાની ઝોનલ ઓફિસર-1, કોટડાસાંગાણીના પવન પટેલની રાજકોટ શહેર-2માં, રાહુલ ચૌહાણની મહેસુલ શાખા, જામકંડોરણાના અનીલકુમાર ખાંભલાની ધોરાજી, હર્ષાબા ગોહિલની કોટડાસાંગાણી, રાજકોટ દક્ષિણના સર્કલ ઓફિસર અજયસિંહ જાડેજાની શહેર-1માં જસદણના નરેશ બાજપાઇની વિછીંયા, ગોંડલના જીજ્ઞેશ ગોંડલીયાની જેતપુર, કો.સાંગાણીના દિનેશ મોરાડીયાની રાજકોટ જમીન સંપાદન કચેરી, હિરેન જોષીની ખાસ જમીન સંપાદન કચેરીમાં બદલી અપાઇ છે.
રાજકોટ તાલુકા (દબાણ-1)ના રઘુવીરસિંહ વાઘેલાની લોધીકા સર્કલ ઓફિસર, જેતપુરના ભાર્ગવ મારડીયાની જામકંડોરણા, કો.સાંગાણી ઇ-ધારાના યોગેશકુમાર સોનપાલની રાજકોટ પુરવઠા કચેરી, જેતપુરના સર્કલ ઓફિસર શાહનવાઝ દેસાઇની મહેસુલમાં, રાધિકા બુહાની વીછિંયા અને રાજકોટ ઝોનલ ઓફિસરના શૈલેષ જોષીની રાજકોટ તાલુકા દબાણ-1માં ટ્રાન્ફર કરી છે.
રાજકોટ જિલ્લામાં અન્ય જિલ્લામાંથી આવેલા 14 અધિકારીઓને પોસ્ટીંગ આપવામાં આવી છે. જેમાં જામનગરથી આવેલા દેવેન્દ્રકુમાર રામાવતને ગોંડલ ગ્રામ્ય, જયોતીબેન પરમારની ખાસ વસુલાત અધિકારી, જયદિપ ડાંગરને જેતપુર ગ્રામ્ય, અનિરૂદ્ધસિંહ ગોહિલને કોટડાસાંગાણી, વિશાલ કાનાણીને રાજકોટની ખાસ શાખા, મિતેષ કુમાર ઠાકરને જેતપુર ગ્રામ્ય મતદાર યાદી શાખામાં પોસ્ટીગ અપાયું છે. ઉપરાંત ભાવનગરના હિતેન્દ્ર સાંથલીયાને જસદણ પ્રાંત કચેરી, આણંદના સંદિપ ઘાડીયાને જેતપુર (શહેર), સુરેન્દ્રનગરના ધર્મિષ્ઠાબા સોલંકીને રાજકોટ આરટીઓ કચેરી, જૂનાગઢના અંકિતા ઘર સંડીયાની રેકર્ડ શાખા, ચતુરભાઇ ગોહિલની જસદણ મઘ્યહાન ભોજન યોજના અને હાર્દિક કોટકને કોટડાસાંગાણીની મહેસુલ કચેરીમાં તેમજ ગાંધીનગરના મિતેષકુમાર ભાવસારનજે આઇઓઆરએ અને જોગીદાન ગઢવીને દક્ષિણ સર્કલ ઓફિસર તરીકે ફરજ સોંપવામાં આવી છે.
