જામજોધપુર સહિત પાંચ સ્થળે જુગાર દરોડામાં 24 પત્તાંપ્રેમી પકડાયા

જામનગર શહેર અને જામજોધપુરમાં ગઈ રાતે પોલીસે જુગાર અંગે જુદા જુદા પાંચ સ્થળોએ દરોડા પાડ્યા છે, અને 24 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ જુગારનું સાહિત્ય કબજે…


જામનગર શહેર અને જામજોધપુરમાં ગઈ રાતે પોલીસે જુગાર અંગે જુદા જુદા પાંચ સ્થળોએ દરોડા પાડ્યા છે, અને 24 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ જુગારનું સાહિત્ય કબજે કર્યો છે.


જુગારનો પ્રથમ દરોડો જામનગરમાં સલીમ બાપુના મદ્રેસા પાસે પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા સીદીક આમદભાઈ જુણેજા સહિત છ પત્તાપ્રેમીઓની પોલીસે અટકાયત કરી લઇ તેવો પાસેથી રૂૂપિયા 10,050ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.


જામજોધપુરમાં લાડવા શેરીમાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા શાંતિલાલ ગીગાભાઈ, પરેશ લક્ષ્મણભાઈ જોશી, કિરીટ મોહનલાલ બગલ, તેમજ ટપુભાઈ કેશુભાઈ આહીર પાસેથી રૂૂપિયા 13,200 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.


જુગાર નો ત્રીજો દરોડો પાણાખાણ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં જુગાર રમી રહેલા સલીમ કરીમભાઈ મિયાણા સહિત 4 પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઇ તેઓ ચાલે છે જામનગર જિલ્લાના ધ્રોલમાં પાડવામાં આવ્યો હતો ત્યાંથી જાહેરમાં ગંદી પાના વડે જુગાર રમી રહેલા ઉત્તમભાઈ સાલીરામભાઈ સિસોદિયા સહીત ચાર આરોગ્યની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 4760 ની રોકડ કબજે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *