રાજકોટ ગ્રામ્ય પંથકની સગીરાને કારમાં ઉઠાવી જઇ મોરબી રોડ પરની હોટલમાં લઈ જઇ દુષ્કર્મ ગુજારવાના ગુનામાં અદાલતે મુખ્યઆરોપી અને મદદગારી કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તેમજ ભોગબનનારને રૂૂ.2.50 લાખનું વિક્ટટીમ કમ્પોઝિશન એક્ટ અન્વયે વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
રાજકોટ ગ્રામ્ય પંથકમાં રહેતા ફરિયાદીની 13 વર્ષ 9 માસ વાળી સગીર વયની પુત્રીને રાજકોટ તાલુકાના માલીયાસણ ગામનો બાબાફરીદ ઉર્ફે ભાઈજાન હસમતઅલી નાનાણી નામનો શખ્સ સ્કૂલેથી અપહરણ કરી લઈ જઈ મોરબી રોડ ઉપર આવેલ હોટલે લઈ જઈ દુષ્કર્મ આચરેલ અને સગીરાનું અપહરણ કરવામાં મદદગારી કરનાર રાજકોટ તાલુકાના સણોસરા ગામનો ફારૂૂક ઉર્ફે બોદિયો કાસમભાઈ પીલુડિયા સગીરાનું અપહરણ કરવામાં મદદગારી કર્યા અંગેની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા.24-4-2024 નારોજ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બંને બાબાફરીદ ઉર્ફે ભાઈજાન હસમતઅલી નાનાણી અને ફારૂૂક ઉર્ફે બોદિયો કાસમભાઈ પીલુડિયાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતો. તપાસ પૂર્ણ થતા આરોપીઓ વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરેલ કરી હતી. બાદ કેસ પોકસો અદાલતમાં શરૂૂ થતા પ્રોસિકયુશન દ્વારા આ કેસના ફરિયાદીની સોગંદ ઉપર જુબાની લેવામાં આવેલી તેમજ ભોગબનનાર સગીરા ઉંમર 13 વર્ષ 9 માસ વાળીની જુબાની પોક્સો કોર્ટમાં લેવામાં આવેલી તેણીએ તેની જુબાનીમાં એવું જણાવેલું કે આરોપી બાબાફરીદ ઉર્ફે ભાઈજાન હસમતઅલી નાનાણીએ તેણીને સ્કૂલમાંથી ખોટું જણાવી તેણીને કારમાં લઈ જઈ અને તેની સાથે કારમાં અપહરણ કરવામાં મદદગારી કરનાર આરોપી ફારુક ઉર્ફે બોદિયો કાસમભાઇ પીલુડિયાએ મદદગારી કરેલ સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા દ્વારા દલીલ કરવામાં આવેલ કે આરોપી સામે 13 વર્ષ 9 માસનો સગીરાનું અપહરણ કરી ઉપર દુષ્કર્મ કર્યાનો કેસ પ્રોસિકયુશને નિ:સંક પુરવાર કરેલ હોય અને ભોગબનનાર સગીરાની ઉંમર નાની હોય તેમજ એફએસએલના પરીક્ષણ અહેવાલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની દ્રષ્ટિએ પણ આરોપી સામે ગુનો પુરવાર થતો હોય અને ફરિયાદીની જુબાની તથા સગીરાની જુબાની તથા દસ્તાવેજી પુરાવા લીસ્ટથી પ્રોસિક્યુશને તેમનો કેસ સાબિત કર્યો હોય આરોપીને તકસીરવાન ઠરાવી કાયદામાં જણાવ્યા મુજબની વધુમાં વધુ સજા કરવા દલીલ કરેલી તે રજૂઆત અને દલીલોને ધ્યાને લઈ પોક્સો કોર્ટના સેશન્સ જજ આઈ. બી. પઠાણએ બાબાફરીદ ઉર્ફે ભાઈજાન હસમતઅલી નાનાણી તથા ફારુક ઉર્ફે બોદિયો કાસમભાઇ પીલુડિયાને 20 વર્ષની સખત કેદની સજા તેમજ ભોગબનનાર સગીરાને રૂૂ.2.50 લાખનું વિક્ટટીમ કમ્પોઝિશન એક્ટ અન્વયે વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.
વિદ્યાર્થીની પર દૂષ્કર્મ આચરનાર અને મદદગારી કરનારને 20 વર્ષની કેદ
રાજકોટ ગ્રામ્ય પંથકની સગીરાને કારમાં ઉઠાવી જઇ મોરબી રોડ પરની હોટલમાં લઈ જઇ દુષ્કર્મ ગુજારવાના ગુનામાં અદાલતે મુખ્યઆરોપી અને મદદગારી કરનાર આરોપીને 20 વર્ષની સખત…
