ગુજરાતી મૂળના શખ્સ દ્વારા અમેરિકામાં 2 મિલિયન ડોલરનું પોન્ઝી સ્કીમ કૌભાંડ

અમેરિકામાં રોકાણકારો સાથે લગભગ 2 મિલિયન ડોલરની છેતરપિંડી કરતી પોન્ઝી સ્કીમ ચલાવવાના આરોપસર ન્યૂ હેમ્પશાયરની ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા ગુજરાતી મૂળના એક ઉદ્યોગપતિ સામે વાયર…

અમેરિકામાં રોકાણકારો સાથે લગભગ 2 મિલિયન ડોલરની છેતરપિંડી કરતી પોન્ઝી સ્કીમ ચલાવવાના આરોપસર ન્યૂ હેમ્પશાયરની ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા ગુજરાતી મૂળના એક ઉદ્યોગપતિ સામે વાયર ફ્રોડ (છેતરપિંડી) હેઠળ આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે. 4 નવેમ્બરના રોજ ન્યૂ હેમ્પશાયરની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરાયેલા આ આરોપનામામાં રોયલ ઇન્વેસ્ટમેન્ટ્સ કકઈના સ્થાપક અને સંચાલક કેવિન પટેલને આરોપી બનાવવામાં આવ્યા છે, જે અગાઉ રાજ્ય-સ્તરના સિક્યોરિટીઝ નિયમનકારોની તપાસ હેઠળ આવેલા આ કેસમાં એક મોટી કાનૂની કાર્યવાહી માનવામાં આવે છે.

કોર્ટના દસ્તાવેજો અનુસાર, પટેલે 2018માં રોયલ ઇન્વેસ્ટમેન્ટ્સ કકઈની સ્થાપના કરી હતી અને “ધ કંપની ઓફ વેલ્થ એન્ડ ટ્રસ્ટ” (સંપત્તિ અને વિશ્વાસની કંપની) ના સૂત્ર હેઠળ તેનું જોરશોરથી માર્કેટિંગ કર્યું હતું. સરકારી વકીલોનો આરોપ છે કે તેણે સમગ્ર અમેરિકામાંથી લોકો પાસેથી એવા વચનો આપીને મોટી મૂડી એકત્ર કરી હતી કે તેમના નાણાં શેરબજારમાં રોકવામાં આવશે અને તેમને કોઈ પણ જોખમ વિના વાર્ષિક 12 ટકાથી 16 ટકા સુધીનું ગેરંટીડ વળતર મળશે. રોકાણકારોને નિયમિત ત્રિમાસિક વ્યાજની ચુકવણી તેમજ નિશ્ચિત રોકાણની મુદત પૂરી થયે તેમની મૂળ રકમ સંપૂર્ણપણે પરત કરવાની ખાતરી આપવામાં આવી હતી, અને તેમને કોઈ આર્થિક નુકસાન નહીં થાય તેવો ભરોસો અપાયો હતો.

ફેડરલ પ્રોસિક્યુટર્સનું કહેવું છે કે રોયલ ઇન્વેસ્ટમેન્ટ્સ એક ક્લાસિક પોન્ઝી સ્કીમ તરીકે કામ કરતી હતી, જેમાં ગ્રાહકો પાસેથી એકત્ર કરાયેલા નાણાંમાંથી લગભગ કોઈ પણ રકમ વાસ્તવિક શેરબજારમાં રોકવામાં આવી ન હતી. તેના બદલે, આ મૂડીનો દુરુપયોગ પટેલના અંગત ખર્ચાઓ પૂરા કરવા, તેના પરિવારના સભ્યોને ચુકવણી કરવા અને નવા રોકાણકારો પાસેથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ કરીને જૂના રોકાણકારોને વળતર ચૂકવવા માટે કરવામાં આવ્યો હતો. આ કથિત કૌભાંડ ઓછામાં ઓછા ફેબ્રુઆરી 2020 થી એપ્રિલ 2026 સુધી ચાલ્યું હતું, અને અંતે 2024ના અંતમાં જ્યારે પટેલ પાસે નવું ભંડોળ ખૂટી પડ્યું અને તેણે વ્યાજ તથા મુદ્દલની ચુકવણી બંધ કરી દીધી, ત્યારે પીડિતોને લાખો ડોલરનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

ફેડરલ આરોપનામામાં કથિત નાણાકીય છેતરપિંડીના નક્કર પુરાવા તરીકે ત્રણ ચોક્કસ વાયર ટ્રાન્સફરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં માર્ચ 2023માં ન્યૂ જર્સીથી થયેલા 50,000 ડોલરના ટ્રાન્સફર અને નવેમ્બર તથા ડિસેમ્બર 2023માં ફ્લોરિડાથી થયેલા 50,000 ડોલર અને 30,000 ડોલરના બે ટ્રાન્સફરનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *