ભાવનગરમાં રૂા.13.06 લાખના મુદ્દામાલ સાથે 2 બુટલેગરો ઝડપાયા

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મોતી તળાવ વિસ્તારમાં વોચ ગોઠવીને સ્વીફ્ટ કાર અને અશોક લેલન ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની 2 લીટરની કંપની…

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મોતી તળાવ વિસ્તારમાં વોચ ગોઠવીને સ્વીફ્ટ કાર અને અશોક લેલન ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની 2 લીટરની કંપની સીલપેક કુલ 102 બોટલો સહિત કુલ રૂૂપિયા 13,06,545/- નો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો ને ઝડપી લીધા હતા.

ભાવનગર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મોતી તળાવ, મોગલમાતાના મંદિર પાસે જાહેર રોડ પર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, અગાઉ દારૂૂના ગુનાઓમાં પકડાયેલ લિસ્ટેડ બુટલેગર કિશન મકવાણા (રહે. ખારી, તા. શિહોર) પોતાની સફેદ કલરની સ્વીફ્ટ કાર (નંબર GJ-04-EJ-0982) દ્વારા પાયલોટિંગ કરી રહ્યો છે, અને તેની પાછળ “જય ભવાની” લખેલી અશોક લેલન ટ્રકમાં પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂૂનો મોટો જથ્થો ભરીને વી.આઈ.પી. રોડ પર ભુરાણી પેટ્રોલ પંપ વાળા ખાંચા તરફ આવી રહ્યો છે.

આ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે તુરંત વોચ ગોઠવી શંકાસ્પદ કાર અને ટ્રકને આંતરી લીધી હતી. વાહનોની તલાશી લેતા તેમાંથી મોંઘીદાટ બ્રાન્ડનો દારૂૂ મળી આવ્યો હતો, જેમાં સીગ્રામસ ઈમ્પીરીયલ બ્લ્યુની 2 લીટરની 31 બોટલ (કિંમત રૂૂ. 46,686/-), રોયલ ચેલેન્જ ફાયનેસ્ટ પ્રીમીયમ વ્હીસ્કીની 44 બોટલ (કિંમત રૂૂ. 80,476/-) અને સીગ્રામસ રોયલ સ્ટેગ ક્લાસીક વ્હીસ્કીની 2 લીટરની 27 બોટલ (કિંમત રૂૂ. 49,383/-) મળી આવી હતી. પોલીસે રૂૂ. 1.76 લાખની કિંમતનો દારૂૂ, 3 મોબાઈલ ફોન (કિંમત રૂૂ. 30,000/-), રૂૂ. 8 લાખની ટ્રક અને રૂૂ. 3 લાખની સ્વીફ્ટ કાર મળી કુલ રૂૂ. 13,06,545/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરોપી કિશન માડમભાઇ મકવાણા (ઉ.વ.28 રહે.ખારી ગામ તા.શિહોર) અને સુનિલ લાલુભાઇ મકવાણા (ઉ.વ.25 રહેણાણ તા.શિહોર)ની અટકાયત કરી હતી. આ સફળ કામગીરી એલ.સી.બી.ના પી.આઈ. એમ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ.વાઢેર, પી.ડી.ઝાલા, વી.સી.જાડેજા તથા સ્ટાફના વનરાજભાઈ ખુમાણ, કેવલભાઈ સાંગા, ઉમેશભાઇ હુંબલ, માનદિપસિંહ ગોહીલ, જયદિપસિંહ ગોહીલ અને જયપાલસિંહ ગોહીલ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *