ગોંડલના મોવિયા ગામે વૃદ્ધનો આપઘાત

ગોંડલ તાલુકાના મોવિયા ગામે એક કરુણ ઘટના સામે આવી છે. મોવિયા ગામમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા…

ગોંડલ તાલુકાના મોવિયા ગામે એક કરુણ ઘટના સામે આવી છે. મોવિયા ગામમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા પરિવારમાં ભારે આઘાત અને શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી વિગતો મુજબ, મોવિયા ગામે કડવા પટેલ સમાજની વાડી પાસે રહેતા સોરઠિયા જયંતીભાઈ હરજીભાઈ (ઉંમર 71) નામના વૃદ્ધે પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. તુરંત જ તેમના પુત્ર કિશોરભાઈ અને અન્ય સભ્યો દ્વારા ગંભીર હાલતમાં તેમને સારવાર માટે ગોંડલની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે દોડાવવામાં આવ્યા હતા.

જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસીને જયંતીભાઈને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલના રિપોર્ટ મુજબ, હોસ્પિટલ પહોંચાડ્યા તે પહેલાં જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ આઘાતજનક ઘટનાથી સમગ્ર મોવિયા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ આ મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *