મોરબીમાં ઘરમાં બધા ગાંડી કહી ત્રાસ આપતા 19 વર્ષની યુવતી આપઘાત કરવા ચાલી

મોરબીમાં 19 વર્ષની યુવતી ઘરે આપઘાત કરવા નીકળી ગઈ હતી. જેની સમયસર પરિવારજનોએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરતા આ યુવતીને આપઘાત કરવા જતાં અટકાવી…

મોરબીમાં 19 વર્ષની યુવતી ઘરે આપઘાત કરવા નીકળી ગઈ હતી. જેની સમયસર પરિવારજનોએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરતા આ યુવતીને આપઘાત કરવા જતાં અટકાવી હતી. પણ એ યુવતી ઘરમાં બધા મને ગાંડી કહીને ત્રાસ આપે છે માટે મારે મરી જવું છે.

મને મરવા દો.. તેવું સતત રટણ કરતી હોવાથી તેનું મહામુસીબતે કાઉન્સેલિંગ કરીને અભયમે યુવતીનો જીવ બચાવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. મોરબીમાં રહેતા એક પરિવારે સામેથી 181 અભયમને કોલ કરીને જાણ કરી હતી કે, અમારી દિકરી ઘરેથી કહ્યાં વગર નીકળી ગઈ છે અને આપઘાત કરવા જાય છે. અમારી દિકરી કોઈનું કાઈ પણ માનતી નથી. રસ્તામાં આમતેમ દોડાદોડી કરે છે.

તેમજ મોટા મોટા અવાજે બોલ બોલ કરે છે. આપઘાત કરવા જાય છે. આથી ટીમના જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ શારદાબેન તેમજ પાયલોટ મહેશભાઈ પરમાર ઘટનાસ્થળે યુવતીની મદદ માટે પહોંચ્યા હતા. યુવતીને તેમના પરિવારના સભ્યોએ સુરક્ષિત રીતે પકડીને રાખ્યા હતાં. ટીમે સંભાળપૂર્વક યુવતીનું કાઉન્સિલીગ કર્યું હતું અને તેને સમજાવાઇ હતી કે, આ રીતે ગુસ્સામાં ઘર છોડીને નીકળી ન જવાય પરિવાર સાથે રહેવાય.
યુવતીએ જણાવ્યું હતું કે,તે તેમના બહેન, ભાઈ, અને તેમના માતા પિતા સહિતના પરિવાર સાથે રહે છે. માતા પિતા મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. તેના માતા પિતા મજુરી કામે ગયેલા હોય અને બંને બહેનો ઘરે એકલા હોય બંને બહેનો વચ્ચે ઘરકામ બાબતે ઝઘડો થયો હોવાથી તેને લાગી આવતા તે ઘરેથી નીકળી ગયાં હતાં.

વધુમાં તેણીએ જણાવ્યું હતું કે ઘરમાં બધા જ સભ્યો મારી સાથે અયોગ્ય વર્તન કરે છે, નાની નાની વાતે માનસિક રીતે ત્રાસ આપે છે. અપશબ્દો બોલે છે. મારી નાની બહેનને ઘરના બધી વસ્તુઓ લઈ આપે છે અને મને વસ્તુઓ લઈ આપતા નથી મને મોબાઈલ પણ વાપરવા આપતા નથી. ઉપરાંત ઘરના બધા સભ્યો મને ગાંડી કહે છે, માટે હું કંટાળી ગઇ છું.

181 ટીમે પરિવાર સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે તેમની પુત્રીને પાંચ વર્ષથી માનસિક બીમારી છે, તેની દવા પણ ચાલુ છે પણ છેલ્લા ત્રણ મહિનાથી મહિલા દવા પીતાં નથી, બન્ને બહેન વચ્ચે નાની બાબતે ઝઘડો થયો અને બહેને ઉંચા અવાજે વાત કરી તો યુવતીને લાગી આવ્યું અને ઘર છોડીને નીકળી ગઇ. ટીમે પીડિતાની હોસ્પિટલની ફાઈલ ચેક કરી તેમના પરિવારને પુત્રી સાથે અયોગ્ય વર્તન ન કરવાં તેમજ તેની સમયસર સારવાર કરાવવા, દવા આપવા સમજાવટ કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *