જામનગર અને સિક્કામાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતગર્ત વધુ બે ફરિયાદ નોંધાવાઈ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓ ને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં…

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓ ને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ’ઓપરેશન મ્યુલ હન્ટ’ ચલાવવામાં આવી રહ્યું છે, અને આવા બોગસ ખાતાધારકો કે જેઓ પોતે વાહક બને છે, એટલે કે પોતાના ખાતા ખોલાવીને કમિશન મેળવવાની લાલચે ચીટર લોકોને તે ખાતું ઓપરેટ કરવામાટે સોંપી દે છે, આવા કુલ 44 ખાતા ધારકો સામે જામનગર જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં કુલ 20 ફરિયાદ નોંધાવાઈ હતી.દરમિયાન જામનગર શહેરમાંથી વધુ એક બેંક ખાતુ, તેમજ સિક્કા વિસ્તારમાંથી આવું એક એકાઉન્ટ મળી આવ્યું છે, જેમાં પાંચ ખાતેદારો દ્વારા રૂૂપિયા 14.40 લાખની હેરફેર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

જે મામલે નોંધાવાયેલી બે પોલીસ ફરિયાદ પૈકી પ્રથમ ફરિયાદ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી, જેમાં સરકાર પક્ષ છે મયુરસિંહ જગદીશસિંહ જાડેજા ફરિયાદી બન્યા છે, અને જામનગરના વેપારી વિવેક પરષોત્તમભાઈ સભાયા, તેમજ અમદાવાદના રાજ ચંપાવત સામે ગુનો નોંધ્યો છે, અને તેઓ દ્વારા બેંક ના ખાતામાંથી દસ લાખથી વધુની રકમની હેરફેર કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તે અંગે ગુનો નોંધાયો છે.

આ ઉપરાંત સિક્કા પોલીસ મથકમાં પણ એક ગુનો નોંધાયો હતો, જેમાં સરકાર પક્ષે યુવરાજસિંહ પ્રતાપસિંહ ગોહિલ નામના પોલીસ હેડ કોન્સ્ટેબલ ફરિયાદી બન્યા છે, અને સિક્કામાં એકાઉન્ટ ધરાવતા મોહમ્મદ શાહનવાજ સાહજાદઆલમ તેમજ સુનિલ મોહનલાલ દેવડા અને રાજસ્થાનના જોધપુરના વિનોદ નામના શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે. જેઓ દ્વારા 4લાખ 40 હજાર જેટલી રકમ ટ્રાન્સફર કરી સગેવગે કરી હોવાનું ધ્યાનમાં આવ્યું છે, જે મામલે પણ ગુનો નોંધાયો છે. અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ 22 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને તેમાં 49 આરોપીઓ સામે ગુના નોંધાયા છે. જે સમગ્ર પ્રકરણની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *