વાંકાનેર ખાતે રણજીત વિલાસ પેલેસના પટાંગણમાં વાંકાનેરના પૂર્વ રાજવી અને કેન્દ્રનાં પ્રથમ પર્યાવરણ મંત્રી સ્વ ડો. દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં રાજયસભાનાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગ દ્વારા ત્રિદિવસીય 17માં કામા અશ્વ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં સમગ્ર ગુજરાત સહિત આજુબાજુના રાજ્યોમાંથી કાઠિયાવાડી, સિંધી તથા મારવાડી અશ્વોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ અદભૂત કરતબોથી દર્શકો અને મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ ભવ્ય અશ્વ શોમાં 300 થી વધારે ઘોડેસવારોએ એન્શ્યોરન્સ રેસ, બેરલ રેસ, મટકા રેસ, રેવાલ ચાલ સહિતની સ્પધોઓમાં ભાગ લીધો હતો. આ અશ્વ શોના ત્રીજા અને અંતિમ દિવસ ગઇકાલ રવિવારે વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે વાંકાનેરના અશ્વ પ્રેમી મુસ્તાક બ્લોચ દ્વારા સમાપન સમારોહમાં ‘ મહારાજા ‘ નામનો અતિસુંદર અશ્વને ભેટ તરીકે વાંકાનેર મહારાજા અને સાંસદ કેશરીદેવસિંહ ઝાલાને અર્પણ કર્યો હતો.
છેલ્લા ત્રણ દિવસ થી ચાલતા અભુતપુર્વ “17 મો કામા મહોત્સવનું અનેક મહાનુભાવો/ઉધ્યોગપતીઓ સંતો મંહતો અને રાજવી પરીવારની હાજરી માં સમાપન થયેલ. સિંધી ઘોડીના વિજેતા (પ્રથમ)વિજેતા લાખા ફિરોજ ઓસમાન ગની (દ્રિતય) વિજેતા લાખા ફિરોજ લાલભાઈ (ત્રિતય) સોની દિપેનભાઈ જયંતીભાઈ રેવાલ ચાના વિજેતા પ્રથમ ગઢવી કરશનભાઈ લખમણ અભાઈ (દ્રિતય) પાઘરા હેનીલભાઈ મુકેશભાઈ (ત્રિતય) ગઢવી દિપેનભાઈ આશાર્યભાઈ મારવાડી વછેરી (બે દાંત) ને પણ 1 થી 3 નંબર આપેલા હતા.
ઈ જ રિતે કાઠીયાવાડી વછેરી (બે દાંત) 1 થી 3 નંબર આપેલા હતા. અંતિમ દિવસ પુર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પુર્વ મંત્રી હકુભા જાડેજા મોરબી જિલ્લાના પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો તથા રાજવી પરિવારમાંથી આદરનીય ચંદ્રમણી સાહેબ ના દિકરીબા ભાગ્યવંતીબા સાહેબ (જામવા સ્ટેટ) તથા રાગીનીબા ખટાઉ સાહેબ અને એમના દિકરા બ્રિગુ સાહેબ અને યુધિષ્ઠિર સાહેબ તેમજ લાઠી સ્ટેટનાં યાતેંદ્ર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. આઈ.જી. રાજેંદ્રસિંહ ચુડસમાની વિશેષ ઉપસ્થિત રહી હતી. અનેક સંસ્થાઓ દ્રારા મહારાણા રાજ સાહેબ કેસરીદેવસિંહજીનું સન્માન કરવામાં આવ્યું હતું.
