ભગવતીપરા મેઇન રોડ જયપ્રકાશનગરમાં રહેતા 11 વર્ષના દિવ્યાંગ બાળકને આંચકી અને તાવને કારણે મોત નીપજતા પરિવારમાં શોક છવાઇ ગયો છે.
વધુ વિગતો મુજબ ભગવતીપરા મેઇન રોડ જયપ્રકાશનગર રહેતા 11 વર્ષના દિવ્યાંગ બાળક વિશેષ જીવરાજભાઇ પતરીયા (ઉ.વ.11)નામના બાળકને આંચકી અને તાવની બિમારી સબબ બેભાન થઇ જતા જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા તેનુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે પોલીસે બીડીવીઝનને જાણ કરતા બીડીવીઝન પોલીસનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કાગળો કર્યા હતાં. તે બે બહેનનો એકનો એકભાઇ હતો અને જન્મથી જ મુકબંધીર હતો. તેમના પિતા કંપનીમાં કામ કરે છે. પુત્રના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.
