દ્વારકા અને સલાયામાંથી 17 જુગારીઓ ઝડપાયા: મુદ્દામાલ કબ્જે

દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રીના સમયે પોશીત્રા ગામના વનરાજભા ખીરાજભા નાયાણી નામના શખ્સના રહેણાંક મકાનમાં સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, આ સ્થળેથી વનરાજભા ખીરાજભા,…

દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રીના સમયે પોશીત્રા ગામના વનરાજભા ખીરાજભા નાયાણી નામના શખ્સના રહેણાંક મકાનમાં સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, આ સ્થળેથી વનરાજભા ખીરાજભા, જશરાજભા કરસનભા ગાદ, બાવલાભા કાયાભા, આસિમ હુસેન, શ્યામસિંહ ડાઉભા, સોમલાભા ખેરાજભા, કિશનભા માંડણભા અને કાનાભા ભુટાભા નામના આઠ શખ્સોને ઝડપી લીધા હતા.

આ સ્થળેથી પોલીસે રૂૂ. 28,840 ની રોકડ રકમ તથા રૂૂપિયા 40 હજારની કિંમતના 6 નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂૂપિયા 68,840 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સલાયા મરીન પોલીસની કાર્યવાહીમાં સલાયામાં આવેલી સાબરી મસ્જિદ પાસેથી મધ્યરાત્રીના સમયે જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા સલીમ અબ્દુલ સંઘાર, દાઉદ કરીમ, અનવર હસન, અહેમદ ઉમર, સમીર સુલતાન, યાસીન સાલેમામદ, રસીદ ઉમર, હનીફ સાલેમામદ અને તાલબ દાઉદ નામના નવ શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂૂ. 18,490 ની રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા 56,490 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *