રાજકોટ-અમદાવાદ સહિત 17 શહેર, 22 મેચ, BCCIનું શેડ્યૂલ જાહેર

  વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે ટીમ ઇન્ડિયા, 27 સપ્ટેમ્બરથી 27 ફેબ્રુઆરી સુધી જામશે જંગ BCCI એ ટીમ ઈન્ડિયાની ઘરેલુ સિઝન માટે…

 

વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે ટીમ ઇન્ડિયા, 27 સપ્ટેમ્બરથી 27 ફેબ્રુઆરી સુધી જામશે જંગ

BCCI એ ટીમ ઈન્ડિયાની ઘરેલુ સિઝન માટે સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ સિઝન અત્યંત વ્યસ્ત અને રોમાંચક રહેવાની છે, કારણ કે ભારત ચાર મજબૂત ટીમો સામે ટકરાવાનું છે, આ ટીમોમાં વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આ સમગ્ર સિઝન દરમિયાન 17 અલગ અલગ શહેરોમાં કુલ 22 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.

આ સિઝન 27 સપ્ટેમ્બર, 2026ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી સાથે શરૂૂ થશે. આ પ્રવાસ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝની ટીમ ત્રણ ODI અને પાંચ ટી20 મેચ રમશે. ઓડીઆઇ મેચો તિરુવનંતપુરમ, ગુવાહાટી અને નવા ચંદીગઢમાં યોજાશે, જ્યારે ટી-20 મેચો લખનૌ, રાંચી, ઈન્દોર, હૈદરાબાદ અને બેંગલુરુમાં રમાશે.

આ પછી ડિસેમ્બર 2026માં શ્રીલંકાની ટીમ ભારતનો પ્રવાસ કરશે. આ પ્રવાસમાં ત્રણ ODI અને ત્રણ ટી20 મેચો રમાશે. ODI મેચો દિલ્હી, બેંગલુરુ અને અમદાવાદમાં રમાશે, જ્યારે ટી20 મેચો રાજકોટ, કટક અને પુણેમાં રમાશે. જાન્યુઆરી 2027માં ઝિમ્બાબ્વે ટીમ ત્રણ મેચની ODI શ્રેણી રમવા માટે ભારતની મુલાકાત લેશે. આ મેચો કોલકાતા, હૈદરાબાદ અને મુંબઈમાં યોજાશે.

સિઝનની સૌથી મોટી હાઇલાઇટ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (2027) હશે, જે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. પાંચ મેચની આ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 21 જાન્યુઆરી, 2027ના રોજ નાગપુરમાં શરૂૂ થવાની છે, ત્યારબાદ ચેન્નાઈ, ગુવાહાટી, રાંચી અને અમદાવાદમાં મેચો રમાશે.

ટીમ ભારતની ઘરઆંગણેની સિઝન દરેક ફોર્મેટમાં ક્રિકેટનું સંપૂર્ણ પેકેજ છે. વ્હાઇટ-બોલ શ્રેણીથી લઈને હાઇ-વોલ્ટેજ ટેસ્ટ સુધી ક્રિકેટ ચાહકોને મજા પડવાની છે. ખાસ કરીને ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી આ સમગ્ર શેડ્યૂલની સૌથી મોટી હાઇલાઇટ બનવાની છે.

વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ
27 સપ્ટેમ્બર – 1લી ODI , તિરુવનંતપુરમ, બપોરે 2:00 વાગ્યે
30 સપ્ટેમ્બર – બીજી ODI , ગુવાહાટી, બપોરે 2:00 વાગ્યે
03 ઓક્ટોબર – ત્રીજી ODI , ન્યૂ ચંદીગઢ, બપોરે 2:00 વાગ્યે
6 ઓક્ટોબર – 1લી T20, લખનૌ, સાંજે 7:00 વાગ્યે
9 ઓક્ટોબર – બીજી T20, રાંચી, સાંજે 7:00 વાગ્યે
11 ઓક્ટોબર – 3જી T20, ઇન્દોર, સાંજે 7:00 વાગ્યે
14 ઓક્ટોબર – 4થી T20, હૈદરાબાદ, સાંજે 7:00 વાગ્યે
14 ઓક્ટોબર – 5મી T20, બેંગલુરુ, સાંજે 7:00 વાગ્યે

શ્રીલંકાનો ભારત પ્રવાસ
13 ડિસેમ્બર – 1લી ODI, દિલ્હી, બપોરે 2:00 વાગ્યે
16 ડિસેમ્બર – બીજી ODI, બેંગલુરુ, બપોરે 2:00 વાગ્યે
19 ડિસેમ્બર – ત્રીજી ODI, અમદાવાદ, બપોરે 2:00 વાગ્યે
22 ડિસેમ્બર – પહેલી T20, રાજકોટ, સાજે 7:00 વાગ્યે
24 ડિસેમ્બર – બીજી T20, કટક, સાંજે 7:00 વાગ્યે
27 ડિસેમ્બર – ત્રીજી T20, પુણે, સાંજે 7:00 વાગ્યે

ઝિમ્બાબ્વેનો ભારત પ્રવાસ
3 જાન્યુઆરી – પહેલી ODI, કોલકાતા, બપોરે 2:00 વાગ્યે
6 જાન્યુઆરી – બીજી ODI, હૈદરાબાદ, બપોરે 2:00 વાગ્યે
9 જાન્યુઆરી – ત્રીજી ODI, મુંબઈ, બપોરે 2:00 વાગ્યે

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ
21 જાન્યુઆરીથી પહેલી ટેસ્ટ, નાગપુર, સવારે 9:30
23 જાન્યુઆરીથી બીજી ટેસ્ટ, ચેન્નાઈ, સવારે 9:30
11 ફેબ્રુઆરી – ત્રીજી ટેસ્ટ, ગુવાહાટી, સવારે 9:30
19 ફેબ્રુઆરીથી ચોથી ટેસ્ટ, રાંચી, સવારે 9:30
27 ફેબ્રુઆરીથી પાંચમી ટેસ્ટ, અમદાવાદ, સવારે 9:30

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *