રાજકોટના 1600 ફાર્માસિસ્ટ હડતાળ પર

હડતાળની અસર નહીં આવે તો આવનારા દિવસોમાં દુકાનની ચાવીઓ કલેકટરને સોંપાશે અને વિરોધ નોંધાવાશે : ઇમર્જન્સીમાં 15 મેડિકલ સ્ટોર ખુલ્લા ઓનલાઇન મારફતે હાલજે દવાઓનું વેચાણ…

હડતાળની અસર નહીં આવે તો આવનારા દિવસોમાં દુકાનની ચાવીઓ કલેકટરને સોંપાશે અને વિરોધ નોંધાવાશે : ઇમર્જન્સીમાં 15 મેડિકલ સ્ટોર ખુલ્લા

ઓનલાઇન મારફતે હાલજે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે તેના વિરોધમાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા દેશભરમાં એક દિવસની હડતાલ પાડવામાં આવી છે જેમાં 12 લાખથી વધુ ફાર્મસીસ્ટની દુકાનો બંધ છે. રાજકોટની વાત કરવામાં આવે તો શહેરના 1600 થી વધુ મેડિકલ સ્ટોર ધારકો તથા હોલસેલરો દ્વારા બંધ પાડવામાં આવ્યું છે. આ અંગે ઓલ ઇન્ડિયા કેમેસ્ટર એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ મયુર સિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2019 થી એસોસિએશન દ્વારા સરકારને સામ્યાંતરે રજૂઆત કરવામાં આવતી હતી પરંતુ તેમની કોઈપણ રજૂઆતને આજ દિન સુધી વાંચા મળી નથી.

હાલ ઓનલાઇન ફાર્મસીના કારણે નાના નાના વેપારીઓ મરી રહ્યા છે. ફાર્મસી એક એવી વસ્તુ છે કે જે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થવા જોઈએ. ઓનલાઇન ફાર્મસી કોઈ રીતે યોગ્ય નથી. ઓનલાઇન ફાર્મસીમાં દવા પહોંચાડનારો ડિલિવરી બોય હોય છે જેને ખ્યાલ હોતો નથી કે કઈ દવા શેના માટે લેવી, જમ્યા પહેલા લેવી કે જમ્યા પછી લેવી.

હાલ રાજકોટમાં આજે 15 ઈમરજન્સી હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર ચાલુ રાખ્યા છે કે જેથી લોકોને કોઈ તકલીફ ન પડે કારણ કે અમારી આ લડાઈ આમ જનતાના હક્ક માટેની છે. આમ જનતા સામેની નથી. આમ જનતાને કોઈ તકલીફ ન પડે તે માટે રાજકોટ શહેરના દરેક ખૂણે એક એક મેડિકલ સ્ટોર ઓપન રાખ્યો છે. જેથી આરામથી દવાઓ ઉપલબ્ધ થઈ શકે. તો મારી માંગણી આગામી દિવસમાં સંતોષવામાં નહીં આવે તો લોક એન્ડ કીનો કાર્યક્રમ કરી મેડિકલ સ્ટોરને તાળા મારી દઇશું અને તેની ચાવી સરકારને સોંપી દઇશું.

અગાઉ પણ અનેકવિધ પ્રશ્નો કેમિસ્ટ એસો.સમક્ષ ઊભા થયેલા છે ત્યારે જરૂૂરી એ છે કે આ વખતે જે પ્રશ્નો ઊભા થયા તેનું તાકીદે નિવારણ આવે. આ તમામ બાબતોની ગંભીરતાને ધ્યાને લઇ આ વખતે જે ડિજિટલ મારફતે દબાવવાનું વેચાણ થઈ રહ્યું છે તે ન થાય તે માટે ખાલી એક દિવસની હડતાલનું આયોજન કરવામાં આવ્યું અને આગામી દિવસોમાં આ આંદોલન હજુ પણ જલદ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

સંગઠનની મુખ્ય ત્રણ માગણીઓ
1. GSR 817 નોટિફિકેશન રદ કરવું: ઓનલાઇન દવાઓના વેચાણને લઈને સરકાર દ્વારા જારી કરાયેલી આઇટી સંબંધી નોટિફિકેશન (GSR 817 ) તાત્કાલિક પરત ખેંચવામાં આવે અને નવેસરથી આખું માળખું તૈયાર થાય.
2. કોરોના કાળના નિયમોનો અંત: મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલા બે ડ્રાફ્ટ નોટિફિકેશન(જેમ કે GSR 220)ને સરકાર સંપૂર્ણપણે પાછી ખેંચે.
3. ડીપ ડિસ્કાઉન્ટિંગ પર રોક: ઓનલાઇન કંપનીઓ દ્વારા ગ્રાહકોને અપાતા બેફામ ડિસ્કાઉન્ટ પર તાકીદે રોક લગાવવામાં આવે અથવા ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઑર્ડર(DPCO)માં સુધારો કરીને સ્થાનિક રિટેલ દુકાનદારોનું માર્જિન વધારવામાં આવે જેથી તેઓ બજારની હરીફાઈમાં ટકી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *