સુરેન્દ્રનગરમાં 16 વર્ષના સગીરની છરીના ઘા ઝીંકી હત્યા

  અંગત અદાવતને કારણે હત્યા કરાયાનું પ્રાથમિક અનુમાન, ત્રણ અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી   સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ પર આવેલા મેક્શન સર્કલ પાસે ધોળા દિવસે…

 

અંગત અદાવતને કારણે હત્યા કરાયાનું પ્રાથમિક અનુમાન, ત્રણ અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી

 

સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ પર આવેલા મેક્શન સર્કલ પાસે ધોળા દિવસે એક સગીરની હત્યા કરવામાં આવી છે. અંદાજે 16 વર્ષીય સગીરને બે થી ત્રણ અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.
રતનપર બાયપાસ રોડ પર આવેલા મેક્શન સર્કલ પાસે દિનદહાડે સગીરની હત્યા નીપજાવતા ચકચાર મચી જવા પામી છે. બેથી ત્રણ અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી 16 વર્ષના કિશોરની હત્યા નીપજાવી ભાગી છૂટ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે અજાણ્યા લોકો સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂૂ કરી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ફરાર આરોપીઓની શોધખોળ શરૂૂ કરી છે. તો બીજી બાજુ મૃતક કિશોરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, 16 વર્ષના ધનરાજ કુણપરા પર બેથી ત્રણ અજાણ્યા શખસોએ તીક્ષ્ણ છરીના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતાર્યાની માહિતી મળી હતી. પ્રાથમિક તપાસમાં આ ખૂની ખેલ અંગત અદાવતમાં અંજામ આપવામાં આવ્યો હોવાનું અનુમાન છે. જોકે, આ અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે. તપાસ બાદ જ ચોક્કસ કારણ બહાર આવી શકે છે.આ ઘટનામાં પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યુ કે આરોપીઓ પકડાયા બાદ જ હત્યાનું સાચુ કારણ જાણવા મળી શકે. હાલ આરોપીઓને પકડવા ટીમો બનાવવામાં આવી છે. આ ઘટના અંગત અદાવતને કારણે બની હોવાનું અનુમાન છે. હુમલાખોરો હત્યા કર્યા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *