ભાજપમાંથી દ્વારકાના 3 સહિત 19 આગેવાનોની હકાલપટ્ટી

ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ચાબૂક વિંઝાઇ, વડોદરા-મહેસાણામાં ગાજ ઉતરી ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દરેક રાજકીય…

ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ચાબૂક વિંઝાઇ, વડોદરા-મહેસાણામાં ગાજ ઉતરી

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. દરમિયાન ભાજપના પદાધિકારીઓ પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા હોવાની જાણ થતા જ કુલ 19 આગેવાનોને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. હાલ જે વિગતો મળી રહી છે તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ આગેવાનો, કાર્યકરોને ભાજપ દ્વારા અન્ય પક્ષની તરફેણમાં કાર્યવાહી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા છે. એમાં ખંભાળિયા તાલુકા પંચાયત ના પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબા વાઢેરના પતિ બહાદુરસિંહ વાઢેર કે જેવો ભાજપમાં હોવા છતાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વાળીનાથ જિલ્લા પંચાયતના સદસ્યોને ભાગીદારી નોંધારી અને તેમના ટેકા માં રહેલા નરેન્દ્રસિંહ જાડેજા તેમ જ ભાટિયા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષો ઉમેદવારી નોંધાવવા બદલ સેતુબેન સોનગ્પરાન પતિ વિઠ્ઠલભાઈ સોનગરાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરવાનો નિર્ણય જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવીએ લીધો હતો.

બીજી તરફ વડોદરા અને મહેસાણાના 16 આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. મળતી માહિતી મુજબ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવેલી છે. જેમાં સત્તાવાર ઉમેદવારો સામે અપક્ષ તરીકે ફોર્મ ભર્યા હતા કોંગ્રેસ પક્ષમાં જોડાઈને ઉમેદવારી કરી હતી. હાલા તમને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ હોદા પર ન રાખવાનો પણ નિર્ણયો છે.

વડોદરાના પાદરા નગરપાલિકામાં ભાજપના મંત્રી તરીકે હોદો ધરાવતા નરસિંહભાઈ પટેલે કોંગ્રેસ તરફી ઉમેદવારી નોંધાવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા જ્યારે વાઘોડિયામાં ભાજપના ત્રણ નેતાઓ પર શિસ્ત ભંગના પગલાં લેવાયા છે જેમાં વિશાલ પરીખે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે જ્યારે જ્ઞાનચરણ પટેલને પણ અપક્ષ તરીકે રવાલ તાલુકા પંચાયત અને જયેશ રબારીએ અપક્ષ માંથી ઉમેદવારી કરતા સસ્પેન્ડ કર્યા છે. સાવલી તાલુકો ની વાત કરવામાં આવે તો ભાજપના નેતા આકાશ પટેલ કે જેઓ નગર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ છે તેઓએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા અને સાથે નિલેશ પરમાર કે જેવો સ્થાનિક ભાજપમાં કારોબારી સભ્ય છે તેઓએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરતા ભાજપે બંને આગેવાનોને સસ્પેન્ડ કર્યા છે. સામે વડોદરામાં સક્રિય કાર્યકર નયના પરમાર કે જેમણે પોર જિલ્લા પંચાયતમાંથી પક્ષ વિરુદ્ધ જઈને ઉમેદવારી કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વડોદરા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના તાલુકા પ્રમુખ રાજુ પરમારે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને તેમની સામે કાર્યવાહી કરીને ભાજપ એ તેઓને સસ્પેન્ડ કર્યા છે તો ડભોઇ તાલુકામાં પણ પૂર્વ નગર ભાજપ પ્રમુખ સમીર પટેલ અપક્ષ અને પૂર્વ કોર્પોરેટર સલીમ ઘાંચીએ કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવતા પક્ષે તેઓને દૂર કર્યા છે. કરજણ મંડળમાંથી વેમાર ગામના બુથ પ્રમુખ રાકેશભાઈ પટેલે તાલુકા પંચાયતમાં કોંગ્રેસ માંથી ઉમેદવારરી કરતા તેઓને પાર્ટીમાંથી બરતરફ કરાયા છે. વડોદરા જ નહીં મહેસાણામાં પણ ભાજપના પાંચ નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *