ખંભાળિયામાં વીજચોરી પ્રકરણમાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ

ખંભાળિયાના એક આસામીના રહેણાંક મકાનમાં પીજીવીસીએલ તંત્રના ચેકિંગ દરમિયાન રૂૂપિયા 48 હજાર જેટલી રકમની વીજ ચોરી પ્રકાશમાં આવી હતી. આ અંગેનો કેસ અહીંની અદાલતમાં ચાલી…

ખંભાળિયાના એક આસામીના રહેણાંક મકાનમાં પીજીવીસીએલ તંત્રના ચેકિંગ દરમિયાન રૂૂપિયા 48 હજાર જેટલી રકમની વીજ ચોરી પ્રકાશમાં આવી હતી. આ અંગેનો કેસ અહીંની અદાલતમાં ચાલી જતા નામદાર અદાલતે આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા વીજ ચોરીની રકમનો છ ગણો દંડ રૂૂ. 2.89 લાખ ભરવા માટે હુકમ કર્યો છે.

ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં આવેલી આરાધના કોલોનીમાં ગત તારીખ 17 ઓક્ટોબર 2023 ના રોજ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા વીજ ચેકિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન હેમત ભાયા ગોજીયાના રહેણાંક મકાનમાં ચેકિંગ દરમિયાન તે કોઈ વીજ મીટર ધરાવતો ન હતો અને ગેરકાયદેસર રીતે પોતાના મકાનની બાજુમાં આવેલા વીજ પોલ પરથી ખાનગી સર્વિસ વાયર વડે પોતાના રહેણાંક મકાનમાં વીજ વપરાશ કરી રહ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. આથી પીજીવીસીએલ તંત્ર દ્વારા રૂૂપિયા 48,246.82 ની વીજ ચોરી કરતા પકડાઈ જવા સબબ વીજચોરી અંગે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ઉપરોક્ત શખ્સ સામે વીજ ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ ફરિયાદ સંદર્ભે તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. આ અંગેનો કેસ ખંભાળિયામાં પ્રિન્સિપાલ સેશન્સ અને સ્પેશિયલ (ઇલેક્ટ્રીક) કોર્ટમાં ચાલી જતા આ પ્રકરણમાં મદદનીશ જિલ્લા સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજા દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, સ્પેશિયલ (ઇલેક્ટ્રીક) અદાલતના જજ એસ.વી. વ્યાસ દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવીને ત્રણ વર્ષની સખત કેદની સજા તથા વીજ ચોરીની રકમનો છ ગણો રૂૂ. 2,89,481 નો દંડ ભરવા માટેનો પણ હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *