જૂનાગઢમાં ચકલી-પોપટનો જુગાર રમતા 16 જુગારી પકડાયા, 2.74 લાખનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ શહેરના હાર્દ સમાન ચિત્તાખાના ચોક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વહેલી સવારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખુલ્લા મેદાનમાં ચાલતા ’ચકલી-પોપટ’ના જુગારધામ…

જૂનાગઢ શહેરના હાર્દ સમાન ચિત્તાખાના ચોક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વહેલી સવારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખુલ્લા મેદાનમાં ચાલતા ’ચકલી-પોપટ’ના જુગારધામ પર પોલીસે દરોડો પાડીને કુલ 16 જુગારીઓની ધરપકડ કરી છે, જ્યારે 14 જેટલા આરોપીઓ ફરાર છે.

એસએમસીના પીએસઆઈ જે.એચ.સિસોદિયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં સ્થળ પરથી કુલ રૂૂ. 2,74,260નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જેમાં રોકડ રકમ રૂૂ. 58,760, તેમજ 17 નંગ મોબાઈલ કિંમત રૂૂ. 1,25,500 અને 3 વાહનો જેની કિંમત રૂૂ. 90,000નો સમાવેશ થાય છે. પકડાયેલા તમામ આરોપીઓને આગળની કાર્યવાહી માટે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

ધરપકડ કરાયેલા 16 આરોપીઓમાં ફિરોજ અંસારી, નાસિર હાલા, યુસુફ ઉર્ફે ઇસાક જુના, ઓસ્માન શેખ, શોકત હાલા, સરફરાજ સેટા, ફિરોજ માંધરા, તસ્લીમ હાલા, ઇકબાલખાન પઠાણ, મેરાજ હાલા, સલીમ બિન મોહમ્મદ આરબ, વિરેન વિઠ્ઠલાણી, સુલેમાન હાલા, નરેન્દ્ર કારિયા, બખસ બેલીમ અને શોએબ નાગોરીનો સમાવેશ થાય છે. જેમાં શોએબ નાગોરી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ જુગારધામના મુખ્ય સંચાલકોમાં ઈમરાન ઉર્ફે આદમ હુસેન હાલા, મુન્નાભાઈ ઉર્ફે ડોલી અબ્દુલ્લા શેખ અને કાલુ અબ્બાસભાઈનો સમાવેશ થાય છે, જેઓ હાલ વોન્ટેડ છે. આ ઉપરાંત કેશિયર ઈમરાન સલીમભાઈ ગામેતી સહિત અન્ય સાગરિતોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.મુખ્ય આરોપી ઈમરાન ઉર્ફે આદમ હાલા, મુન્નાભાઈ ઉર્ફે ડોલી, કાલુ અબ્બાસભાઈ, સોહિલ હાલા, ભરતભાઈ, રફીક હાલા, સાહિલ બાપુ, હુસેન જાગા, ઈમરાન ગામેતી (કેશિયર), ઇકબાલભાઈ રાજા, હમાલ હસન કચરા, રિઝવાન ખાન અને અન્ય બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ શરૂૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *