જુગાર, ઘોડીપાસા, વરલી અને ઓનલાઈન સટ્ટો રમતા 15 શખ્સોની ધરપકડ

શહેરમાં પોલીસે જુગાર, ઘોડીપાસા, વરલી અને ઓનલાઈન સટ્ટો રમતાં 15 શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના દસ્તુર માર્ગ, લોહાનગર, પરસાણાનગર અને રેલનગરમાં…

શહેરમાં પોલીસે જુગાર, ઘોડીપાસા, વરલી અને ઓનલાઈન સટ્ટો રમતાં 15 શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના દસ્તુર માર્ગ, લોહાનગર, પરસાણાનગર અને રેલનગરમાં દરોડા પાડી પોલીસે જુગારીઓની ધરપકડ કરી રૂા.1.45 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રેલનગરમાં વીર સાવરકર ટાઉનશીપની સામે રવિ રાંદલ પાર્ક શેરી નં-1માં રહેતો પિયુષ ભીખુભાઈ ખોરાસીયા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો હોવાની ચોક્કસ બાતમી ડીસીબીની ટીમને મળતા બાતમીના આધારે મકાનમા દરોડો પાડી જુગાર રમાડતા મકાન માલીક પિયુષ ખોરસિયા તેમજ જુગાર રમતા પંકજ ગીરીશભાઈ ચૌહાણ (રહે-બ્રાહ્મણીયાપરા મેઈન રોડ, પેડક રોડ), અક્ષય મુકેશભાઈ લુણાગરીયા (રહે-બ્રાહ્મણીયાપરા બાલક હનુમાન મંદિર સામે), સાગર વજશીભાઈ બેરા (રહે-સનરાઈઝ રેસીડેન્સી-1,રેલનગર), મિહિર કિશોરભાઈ અઘારા (રહે-બેદી ગામ)ને ઝડપી લઇ રોકડ 1,21,500ની મત્તા કબ્જે કરી ડીસીબી પોલીસ સ્ટેશનમા ગુનો નોંધ્યો હતો. દરોડા દરમિયાન એક શખસ નાશી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે.

બીજા દરોડાની મળતી મુજબ એલસીબી ઝોન-2ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, લોહાનગર બીએસએનએલની ઓફિસ વાળી શેરીમાં ડિલક્સ ખેડૂત નામની દુકાન સામે કેટલાક શખસો જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે, જે બાતમીના આધારે એલસીબી ઝોન-2ની ટીમે દરોડો પાડી નયન સુરેશભાઈ પરમાર (રહે-ઉદ્યોગનગર કોલોની), અજય મનોજભાઈ સોલંકી (રહે-ઉદ્યોગનગર કોલોની), ફૈઝલ આરીફભાઈ ગેલરીયા (રહે-કોઠારીયા રોડ, ખ્વાજા એપાર્ટમેન્ટ પાસે), મુસ્તાક બાઉદીનભાઈ પીપરવાડીયા (રહે-ઉદ્યોગનગર કોલોની), મેહુલ બિપીનભાઈ વાઘેલા (રહે-ઉદ્યોગનગર કોલોની), રવિ ભરતભાઈ કુકાવા (રહે-ઉદ્યોગનગર કોલોની), શાહરુખ કાસમભાઈ જુનાચ(રહે-કોઠારીયા સોલ્વન્ટ, હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર), ચંદુ કરશનભાઇ મહિડા (રહે-આંબેડકરનગર, કાલાવડ રોડ)ને ઝડપી લઈ રોકડ કબ્જે કરી હતી. દરોડા દરમિયાન અનીસ મહમદ લીંગડીયા નાશી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે.

એ-ડીવીઝન પોલીસે બાતમીના આધારે ડો.દસ્તુર માર્ગ પરથી મોબાઈલ ફોનમાં ઓનલાઈન આઈ.ડી.ઉપર ટવેન્ટી ટવેન્ટી તિનપત્તી રમતમાં જુગાર રમતાં નિરવ હરેશભાઈ રોજાસરા (રહે.રૈયારોડ), આલાપ ગ્રીન સીટી પાછળ, રાજલક્ષ્મી એપાર્ટમેન્ટને ઝડપી લઈ તેનો મોબાઈલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોથા દરોડામાં પ્ર.નગર પોલીસે બાતમીના આધારે પરસાણાનગર શેરી નં.7માંથી મોબાઈલમાં વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતાં વિજય શ્યામલાલ વિધાણી (રહે.સિંધી કોલોની, જુલેલાલનગર શેરી નં.1)ને ઝડપી લઈ પુછપરછ કરતાં તે વોટસએપના માધ્યમથી આ આંકડા માધાપર ગામે વ્રજવાટીકામાં રહેતાં હોતચંદ ભેરૂમલ વાસદેવાણીને લખાવતો હોવાની કબુલાત આપતાં પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આરોપી હોતચંદની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *